જામજોધપુરના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા

આરોપીને 35 હજારનો દંડ ફટકારતી અદાલત

જામજોધપુર પંથક મા સવા વર્ષ પહેલા એક સગીરા ને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના અને બદનામ બદકામ કરવાના અપરણ કરીને જામનગર લઈ ગયા બાદ તેણી સાથે મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. આ અંગે નોંધાયેલ ફરિયાદ ના આધારે અદાલત માં કેસ ચાલી જતા ન્યાયાધીશે આરોપીને 20 વર્ષ ની જેલ સજા નો હુકમ કર્યો છે.
જામજોધપુર પંથક માંથી 13 વર્ષ ની સગીરા ને આરોપી મયુર ઉર્ફે અજીત અજયભાઈ સોલંકી ( 20) તા.27/1/2024 ના લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અને બદકામ કરવા ના ઇરાદે અપહરણ કરી ને જામનગર લઈ ગયો હતો.જ્યાં તેણી ની મરજી વિરુદ્ધ અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો.
આ બનાવ અંગે પોલીસ માં.ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી ને જેલ હવાલે કર્યો હતો. આ અંગે નો કેસ અદાલત માં ચાલી જતા 11 સાહેદો અને 48 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
તમામ દલીલો સાંભળ્યા પછી સ્પે.જજ આર પી મોગરા એ આરોપી સામે નો કેસ સાબિત માની આરોપી મયુર સોલંકી ને 20 વર્ષ ની સજા અને 35 હજાર નો દંડ તેમજ ભોગ બનનાર સગીરા ને સરકાર માંથી રૂ.4 લાખ નું વળતર ચૂકવવા નો આદેશ કરવામાં આવ્યો છે.
આ કેસ માં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ