જામનગર માં આજ રોજ રણમલ તળાવ ખાતે આવેલા શહિદ સ્મારક પર વહેલી સવારે 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગરના કેડેટ્સ, એસોસિયેટ એનસીસી ઓફિસર્સ તથા પીઆઇ સ્ટાફ દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી તેમની વીરતા અને બલિદાનને લાગણીસભર રીતે યાદ કર્યા હતા. 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસીના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર સ્નેહા રાયના માર્ગદર્શનમાં વિવિધ શાળા તથા કોલેજના કેડેટ્સ દ્વારા બેન્ડની હૃદયસ્પર્શી સુરાવલી સાથે શહીદોને સશસ્ત્ર સલામી આપી બે મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું.
રિલેટેડ ન્યૂઝ
-
કાલાવડના જસાપર ગામે પાંચમાં દિવસે ખેડૂત આંદોલન યથાવત
વીજપોલ, હાઇટેન્શન ટાવર ઉભા કરવાની કામગીરી સામે વિરોધ યોગ્ય વળતરની ઉગ્ર માંગ કાલાવડના જસાપર ગામે વિજકંપનીના... -
જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઈલ ફોન રેકેટનો પર્દાફાશ
સાયબર ક્રાઈમની તપાસમાં પાંચ આરોપીઓ ઝડપાયા જામનગરની જિલ્લા જેલમાં મોબાઈલ ફોન ના ઉપયોગ નું વધુ એક... -
જામનગરના જગા ગામે ફૂડ પોઈઝનીંગથી 46 ઘેટા-બકરાના મોત
બિમાર સાત પશુને સારવારમાં ખસેડાયા જામનગર તાલુકાના જગા ગામમાં ફૂડ પોઈઝનિંગ ની ઘટનામાં 46 ઘેટાં અને...
