જૂનાગઢના બુકર ફળીયા પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની ઓટોમેટીક પીસ્ટલ સાથે જૂનાગઢના એક શખ્સને એ ડીવીઝન પોલીસે દબોચી લઈ, વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢ એ.ડીવીઝન પ્રો.પો.ઈન્સ. વી.જે.સાવજની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઈન્સ. વાય.એન. સોલંકી તથા પો.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. જીગ્રેશભાઈ મધુસુદનભાઈ શુકલ, નીતીનભાઈ નામદેવભાઈ હીરાણી, સુભાષભાઈ ધીરૂભાઈ કોઠીવાળ નાઓને સંયુકતમાં બાતમીદાર રાહે હકીકત મળેલ કે, જુનાગઢ બુકર ફળીયામાં આવેલ મેમણ જમાતખાના પાસે સીદીપીર દરગાહ પાસે એક ઇસમ પીસ્ટલ હથીયાર સાથે આટા ફેરા ફરે છે. જેથી તુરંત બાતમી વાળી જગ્યાએ એ ડિવિઝન પોલીસ ટીમે પહોંચી જઈ, તપાસ કરતા આરોપી શખ્સ મળી આવ્યો હતો, જેની ઝડતી ક2તા આ શખ્સના પેન્ટના નેફા માંથી દેશી હાથ બનાવટની ઓટોમેટીક પીસ્ટલ નંગ-1 મળી આવતા પોલીસે આરોપીને પકડી પાડી, મુદ્દામાલ કબ્જે કરી, એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હથીયાર ધારા મુજબનો ગુન્હો દાખલ કરેલ છે.પોલીસની પ્રાથમિક તપાસમાં પડડાવેલ આરોપીનું નામ નેહાદ ઉર્ફે વસીમ વાહીદભાઈ લાખાણી (ઉ.વ.29, રહે.નવી આસ્ટી આર.ટી.ઓ. પાસે, યમુના નગર, ખામધ્રોળ, જુનાગઢનો હોવાનું સામે આવ્યું છે.
રિલેટેડ ન્યૂઝ
-
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર સંગઠનનાં હોદેદારોની વરણી કરાઈ
સંગઠનમાં અનુભવી યુવાન અને સક્રિય કાર્યકરોને જવાબદારી સોપાઈ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષની સૂચના અને... -
મેંદરડા આઈ. ટી. આઈમાં ટેકનોફેસ્ટ કાર્યક્રમ યોજાયો
28 જેટલા તાલીમાર્થીઓ દ્વારા પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા મેંદરડા આઈ. ટી . આઈ માં 27 જાન્યુઆરી... -
પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ થયેલા જૂનાગઢના કલાકાર ’હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી કાઢવા અરજી થતા વિવાદ
હું જૂનાગઢના વોર્ડ નં. 8 માં 60 વર્ષથી રહું છું, બે દિવસ અગાઉ મારી પદ્મશ્રી તરીકે...
