જુનાગઢ જીલ્લામાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી : 5 માર્ચ સુધી નોંધણી શરૂ

પી.પી.એસ. યોજના હેઠળ ચણા રૂ. 5875 અને રાયડા રૂ. 6200 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદાશે

સરકાર દ્વારા વર્ષ 2025-26(રવિ-2026) માટે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ ચણા માટે રૂ. 5875 પ્રતિ ક્વિન્ટલ અને રાયડા માટે રૂ. 6200 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. ખેડૂતોની ઓનલાઈન નોંધણી તા. 13/02/2026 થી તા. 05/03/2026 (કુલ 21 દિવસ) દરમિયાન કરવામાં આવશે.
ખેડૂતો પોતાની ગ્રામ્ય કક્ષાના ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે આધાર ઓથેન્ટીકેશન અથવા ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ટઈઊ મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. નોંધણી ગઅઋઊઉના ઇ-સમૃદ્ધિ (ય-જફળિીમમવશ) પોર્ટલ પર કરવામાં આવી રહી છે. જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો સમયમર્યાદામાં નોંધણી કરાવી સરકારના ટેકાના ભાવનો લાભ લે તે માટે અનુરોધ કરવામાં આવે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ