હળવદના કિડીગામની વાડીએ અને મોરબીમાં દરોડો
હળવદ પોલીસ ટીમને મળેલ બાતમી હકિકત આધારે કિડી ગામે આરોપી રણજીતસિંહ અજીતસિંહ ઝાલા રહે ગામ કીડી તા.હળવદ વાળાની વાડીએ જુગાર અંગે રેઇડ કરી હતી. જ્યાં તીનપત્તિનો જુગાર રમતા રણજીતસિંહ અજીતસિંહ ઝાલા, લખનસિંહ બટુકસિંહ ઝાલા, રાણાભાઇ વિરમભાઈ ઉઘરેજા, દશરથસિંહ મનહરસિંહ ઝાલા, મુકેશભાઇ જાદવજીભાઈ ફુલતરીયા પાંચેય રહે.ગામ કીડી તા.હળવદ તથા રમેશભાઈ બચુભાઇ મહાલીયા રહે.ગામ ખોડ તા.હળવદ વાળાને કુલ રોકડ રકમ રૂ.56,600/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
મોરબીમાં જાહેરમાં તીનપત્તિનો
જુગાર રમતા ત્રણ ઝડપાયા
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે લીલાપર રોડ ઉપર ગૌશાળાની વાડી નજીક ખડીયા હનુમાન મંદિર પાસે રેઇડ કરવામાં આવી હતી. અહીં જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા અરવિંદભાઈ દાદુભાઈ બાટી ઉવ.32 વજેપર શેરી નં.4, દેવરાજભાઈ બાબુભાઈ છુછીયા ઉવ.27 રહે. લીલાપર રોડ ખડીયાપરા મોરબી અને આરોપી ભરતભાઈ રમેશભાઈ બાટી રહે.લીલાપર રોડ ખડીયાવાસ મોરબી વાળાને રોકડા રૂ.10,200/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે એ ડિવિઝન પોલીસે ત્રણેય જુગારી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
