અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પીરાણા ખાતે યોજાઇ કારોબારી બેઠક: પોરબંદરથી પણ અનેક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પીરાણા ખાતે યોજાયેલી બેઠકમાં વિશાળ સંખ્યામાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પોરબંદરથી પણ આગેવાનોએ હાજરી આપી હતી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય ગાંધીનગરની રાજ્ય કારોબારી બેઠકનું પીરાણાના શ્રી કલ્કીતીર્થ પ્રેરણાપીઠ ખાતે આયોજન થયુ હતુ જેમાં પોરબંદર મહાસંઘના અધ્યક્ષ લાખાભાઇ ચુંડાવદરા, મહામંત્રી વિજયભાઇ કોડીયાતર, સંગઠનમંત્રી મયુરસિંહ રાઠોડ સહિત આગેવાનોએ હાજરી આપી હતી અને શિક્ષકો તથા શિક્ષણને લગતા પ્રશ્ર્નોની ચર્ચા થઇ હતી .જેમાં લેખિત આવેદનપત્ર પાઠવીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે તમામ શિક્ષકો માટે જુની પેન્શન યોજના લાગુ કરવી. 1-4-05 પહેલાના શિક્ષકોની જુની પેન્શન યોજનાને લગતા પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માંગ છે.બી.એલ.ઓ.માં શિક્ષકોને મુક્તિ અપાવવી.બી.એલ.ઓ.મા તમામ કેડરના કર્મચારીઓનો સમાવેશ કરવો. વિદ્યાસહાયક ફિકસ પે નીતિમાં ફેરફાર કરવો. 3 વર્ષે જિલ્લા ફેરબદલી આપવી.પ્રાથમિક શાળાના શિક્ષકોનો અનુભવ માધ્યમિક ઉચ્ચતર સમકક્ષ ગણી કલાસ-2 અને શિક્ષણ સેવાવર્ગની તમામ જગ્યાઓ માટે માન્ય રાખવો. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમન અન્વયે શિક્ષકની નિમણૂંક વિદ્યાર્થીઓના સેટઅપને આધારે થયેલ છે. તો શા માટે શિક્ષકની નિમણૂંક અન્ય જગ્યાએ ફરજ બજાવે જેમકે સી.આર.સી.સી., બી.આર.સી.સી., એસ.આઇ., વી.એસ.કે. વગેરે સ્થળે શા માટે જવાબદારી સોંપવામાં આવે છે.બાળકોને શિક્ષણનો અધિકાર મળી રહે તે માટે શિક્ષકોની તમામ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી. જો સરકાર સમયસર ભરતી ના કરી શકે તો એસ.એમ.સી.ને આ અંગે ગ્રાન્ટ આપવી જેથી ઘટનો પ્રશ્ર્ન ના રહે. પાંચ વર્ષ ફીકસ સમય દરમ્યાનના તમામ લાભો આપવા જેવાકે 100 મે. રજા તમામ કેશોમાં અમલવારી કરાવવી.
જી. શાલા અપડેટ રાખવું વારંવારની એરરો દૂર કરવી.જુદા જુદા સોફટવેર, સાઇટ, એપને બદલે એકજ સુગ્રથીત શિક્ષણની સાઇટ બનાવવી.વિવિધ ગ્રાન્ટો સમયસર આપવી. માર્ચ એન્ડમાં તાત્કાલિક ખર્ચ કરવા ફરજ પાડવામાં આવે છે.શિક્ષણનો અધિકાર તમામ બાળકોને છે. તો એસ.ઓ.ઇ. નોન એસ.ઓ.ઇ., પી.એમ.શ્રી, નોન પી.એમ.શ્રી એવા ભાગ પાડી અમુક શાળાઓનો વિકાસ કરવો એ કાયદાકીય રીતે શિક્ષણનો અધિકાર છીનવી લેવા જેવું છે.
એક દિવસ એક કાર્યક્રમ (જેમકે તા. 27-2-26ના રોજ શિક્ષકોને ધો. 10-12 પરીક્ષા સુપરવિઝન, સામાજિક વિ. તાલીમ અને મોકટેસ્ટ હતી.) એક દિવસે માત્ર એકજ કાર્યક્રમ રાખવો જેથી કરીને શિક્ષણકાર્યમાં વિક્ષેપના પડે. આ માટે શિક્ષણ વિભાગ પોતાનું કેલેન્ડર અગાઉથી બહાર પાડે. સિનિયર શિક્ષકોને મુખ્ય શિક્ષક તરીકે પ્રમોશન આપવું. માત્ર 500 સંખયાવાળી શાળાને નહી પરંતુ તમામ શાળાઓને વ્યાયામ શિક્ષકો પૂરા પાડવા. 100 કરતા વધુ સંખ્યાવાળી શાળાઓને વહીવટી સહાયક પુરા પાડવા.આચાર્ય એલાઉન્સમાં વધારો કરવો.બાકી રહી ગયેલ અનટ્રેઇન તમામ શિક્ષકોને 9,20,31નો સ્કેલ આપવો. બી.એલ.ઓ.ની વળતર રજા સમયસર જમા કરાવવી.
માહિતીનું પુનરાવર્તન ટાળવું જેમકે હાર્ડ કોપી અને સોફટ કોપી બન્નેની અપેક્ષા કેટલી વ્યાજબી? ઓનલાઇન હાજરી પુરતા હોય છતા ઓફલાઇન શા માટે?શાળામાં ચાલતા બાંધકામો યોગ્ય રીતે થાય તે માટે એસ.એમ.સી.ને, શિક્ષકોને સામેલ રાખવા.
વિકલ્પ આપી ધોરણ 6 થી 8માં ગયેલ શિક્ષકોને વિકલ્પ રદ કરવાની છૂટ આપવી. કમ્પ્યુટર લેબવાળી શાળાઓમાં કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરવી. સ્વચ્છતા કેળવણીનો ભાગ છે. વિદ્યાર્થીઓના સફાઇ અંગેના ફોટા, વિડીયોના આધારે કે કોઇપણ શિક્ષકોને હેરાન ન થવા જોઇએ. ખાનગી શાળાઓને પણ તમામ નિયમો લાગુકરવા. જેમકે. આર.ટી.ઇ. એકટનું ત્યાં પાલન થતુ નથી.
ધોરણ 10/12 સુપરવિઝનમાં પ્રાથમિક શિક્ષકોને મુક્તિ આપવી.રાષ્ટ્રહિત સાથે જોડી ગમે તે કામગીરી શિક્ષકોને ના સોંપવી. પ્રત્યેક બાળકને શિક્ષણનો ઈધકાર ે તો એક બાળકવાળી શાળા પણ બંધ ના થવી જોઇએ. સંખ્યાને આધારે શાળાનું મર્જર બંધ થવું જોઇએ.
જ્ઞાનસાધના, જ્ઞાનસેતુ જેવી પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ જો સરકારી શાળામાં અભ્યાસ કરે તો પાંચ હજાર જેવી ઓછી શિષ્યવૃત્તિ મળે છે. ખાનગી શાળામાં અભ્યાસ કરે તો 25 હજાર જેવી વધુ શિષ્યવૃત્તિ મળે છે. આ ભેદભાવથી ખાનગીકરણને વેગ મળે છે. માર્કસની ઓનલાઇન એન્ટ્રી થતી હોય તો પરિણામ પણ સેન્ટ્રલાઇજ કરી સરકાર મારફત બહાર પાડવું જોઇએ.
ઓનલાઇન એન્ટ્રી હોવાથી જન્મતારીખના દાખલા બોનાફાઇડ સર્ટી બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓનલાઇન મેળવી શકે તેમ છે. આવુ કરવાથી શિક્ષકોને કામગીરીના ભારતમાંથી મુક્તિ મળશે.
શિક્ષણ સંલગ્ન એક જ ઉપલી અધિકારી હોવો જોઇએ જેમકે કેળવણી નિરીક્ષક . ટી.પી.ઇ.ઓ, એસ.આઇ., સી.આર.સી.સી., બી.આર.સી.સી. બધા જ શા માટે વિદ્યાર્થીઓનો વર્ગ તપાસણી કરે?બધી જ કામગીરી ઓનલાઇન થતી હોય તો હજી શા માટે વાર્ષિક તપાસણી જુના પુરાણા નમુનામાં કરવામાં આવે છે. આમાંથી મુક્તિ આપવી જોઇએ.
અન્ય સરકારી કચેરીઓની જેમ પહેલો અને ત્રીજો શનિવાર ફૂલ ડે રાખી બીજા અને ચોથા શનિવારે રજા રાખવી જોઇએ.અન્ય કામગીરી કરતી વખતે શિક્ષણ અધિકારીના આદેશ સિવાય અન્ય વિભાગો ડાયરેકટ આદેશ ન કરવા જોઇએ. જેમકે બી.એલ.ઓ., વસ્તી ગણતરી વગેરે. બી.એલ.ઓ. સુપરવાઇઝર વર્ગ -2ના અધિકારી હોવા જોઇએ. આમ છતાં શિક્ષકો આવી કામગીરી કરી રહ્યા છે.ફલડ ક્ધટ્રોલની કામગીરી પ્રાથમિક શિક્ષકોને ના સોપવી. ચિત્ર, સંગીતના શિક્ષકોની ભરતી કરવી.ધોરણ 10,12 પરીક્ષા બાદ કેમેરા સી.ડી. નિર્દેશન કામગીરી પ્રાથમિક શિક્ષકોને ના સોપવી.વારંવાર એસ.એમ.સી. ના બેન્ક ખાતા જુદી જુદી બેન્કોમાં બદલી શિક્ષકોને હેરાન ના કરવા જોઇએ.નવી શિક્ષણનીતિને લીધે હાલ ધોરણ 3માં છે. તે વિદ્યાર્થીઓ 6 થી 8માં આવશે ત્યારે સેટઅપના પ્રશ્ર્નો ઉદ્ભવશે. તેમ જણાવીને આ વિવિધ પ્રશ્ર્ને નિરાકરણ માટે ચર્ચાઓ થઇ હતી.
