જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા માટે યોજાઇ ક્રાઇમ કોન્ફરન્સ

જિલ્લા પોલીસવડાના અધ્યક્ષસ્થાને થયુ આયોજન: ગુન્હાઓ અટકાવવા અને ડીટેકટ કરવા માટે મહત્વની કામગીરી કરનારા એલ.સી.બી., એસ.ઓ.જી., કમલાબાગ તથા કુતિયાણાના પોલીસ કર્મચારીઓનું થયુ અભિવાદન

પોરબંદર પોલીસ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થતા સારી કામગીરી કરનારા પોલીસ જવાનોને જિલ્લા પોલીસવડાના હસ્તે બિરદાવવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીની કચેરી ક્રાઇમ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને માહે 2-2026ના માસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા સારું તથા શહેર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા તેમજ આગામી સમયના આવનાર રમઝાન ઇદ તથા રામનવમી તથા માધવપુરના મેળા દરમ્યાન શરીર સબંધી તથા મિલ્કત સબંધી ગુન્હાઓ ન બને તે માટે અસરકારક પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા તથા ચાલુ માસ દરમ્યાન નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું તથા અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર વોચ રાખી ગેરકાયદેસર બાંધકામો શોધી અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો ડીમોલીશ કરવા અસરકારક કામગીરી કરવા તથા ઘરફોડ ચોરીના ગુન્હાઓ બનતા અટકાવવા માટે અસરકારક નાઇટનું આયોજન કરવા તથા નાઇટ દરમ્યાન હોટલ, ધાબા ચેક કરવા અંગે તેમજ ગ્રામીણ વિસ્તારમાં સી.સી.ટી.વી. કેમેરા લગાડવા અંગે તથા એચ.એસ. -એમ.સી.આર. ચેક કરવા અંગે તથા શહેર વિસ્તારમાં ટ્રાફિક નિયમન અંગે અસરકારક કામગીરી કરી અકસ્માતના બનાવો નિવારવા જરૂરી વ્યવસ્થા કરવા અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ.
આ ક્રાઇમ કોન્ફરન્સમાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા પોરબંદર શહેર ડીવીઝન તથા મુખ્ય મથક તથા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ પોરબદર ગ્રામ્ય ડીવીઝન તથા નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયા રાણાવાવ ડીવીઝન તથા તમામ થાણા તથા બ્રાન્ચના અધિકારીઓ હાજર રહેલ.
તેમજ માહે. 2-2026ના માસમાં ગંભીર ગુન્હાના ઘણા વર્ષથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની તથા એન.ડી.પી.એસ.નો કેસ શોધી કાઢી તથા વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)નો કેસ શોધી કાઢી તથા ફ્રોડમાં ગયેલ રૂપિયા અરજદારને પરત અપાવવાની સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં સારી કામગીરી કરતા રહે તે સારુ પ્રોત્સાહન સ્વરૂપે પોલીસ અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરી બિરદાવવામાં આવ્યા હતા.
શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન
પ્રોહીબીશનના રાણાવાવ, જામનગર અને કચ્છપૂર્વના જિલ્લાઓમાં પાંચ ગુન્હામાં વોન્ટેડ ઇસમને મુંબઇ ખાતેથી પકડી પાડનાર એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘુભા જાડેજા અને વીરેન્દ્રસિંહ દશરથસિંહ પરમારનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ. 612 ગ્રામ ગાંજાને પકડીને ગુન્હો દાખલ કરાવનાર એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. રવિભાઇ ચાઉ અને મોહિત ગોરાણીયાનું સન્માન થયુ હતુ તો આ બંને યુવાનોએ વ્હેલ માછલીની ઉલ્ટીનો 1 કરોડ 82 લાખ 90 હજારનો મુદ્ામાલ કબ્જ ેકરીને એક ઇસમને પકડી લેતા તેઓનું બેવડુ સન્માન કરવામાં આવ્યુ હતુ. કમલાબાગપોલીસ મથકના કોન્સ્ટેબલ સાજન વરુ અને સુરેશમોરીએ છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતના ગુન્હામાં પાંચ વર્ષથી નાશતા ઇસમને રાજસ્થાનથી શોધી કાઢયો હોવાથી તેઓનું પણ અભિવાદન કરવામાં આવ્યુ હતુ. તો ખાગેશ્રીના ખેડૂત રવિકુમાર કિશોરભાઇ ફળદુ દ્વારા ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવામાં આવેલ જેના મળવાપાત્ર રૂપિયા 1,80,485 ટેકનીકલ ખામી અથવા ફ્રોડના કારણે અન્ય બેન્ક એકાઉન્ટમાં જમા થયેલ હોય જે અરજદારના ફ્રોડમાં ગયેલ રકમ લગત બેંકોનો સંપર્ક કરી પરત મેળવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારને પરત આપવી પ્રશંસનીય કામગીરી કરેલ હતી તેથી કુતિયાણાના પોલીસ કોન્સ્ટેબલ મહેશ મેરામણભાઇ મુસારનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.

રિલેટેડ ન્યૂઝ