બરડા ડુંગરમાં બુટલેગરોની ગેરહાજરીમાં પોલીસે દારૂની બે ભઠ્ઠીઓ તોડી

ફુલઝરનેશમાં રહેતા બંને બુટલેગરોની હાથ ધરવામાં આવી શોધખોળ: 75 હજારનો મુદ્ામાલ મળી આવ્યો: જિલ્લામાં ચોવીસ કલાકમાં પ્રોહીબીશનના 30 ગુન્હા થયા દાખલ

બરડા ડુંગરમાં બે બુટલેગરોની ગેરહાજરીમાં પોલીસે દારૂની બે ભઠ્ઠીઓ તોડી હતી જ્યાંથી 75 હજારનો મુદ્ામાલ મળ્યો હતો તે ઉપરાંત સમગ્ર જિલ્લામાં ચોવીસ કલાકમાં પ્રોહીબીશનના 30 ગુન્હા દાખલ થયા છે.
બરડા ડુંગરમાં ઓપરેશન
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક ચુડાસમા દ્વારા પ્રોહીબીશન, જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં પ્રોહીબીશન, જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદેશ્યથી સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને રાણાવાવ ડીવીઝન વિભાગના પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને પ્રોહી. પ્રવૃત્તિ કરતા ઇસમોને ત્યાં રેઇડો કરવા સૂચના કરવામાં આવેલ જે અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી તથા પોલીસ સ્ટાફના માણસો બરડા ડુંગર, જંગલ વિસ્તારમાં પેેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇને મળેલ સંયુકત હકીકતના આધારે બરડા ડુંગર ફુલજરનેશથી પૂર્વે આશરે અડધો કિ.મી. દૂર પાણીની જરમાં હકીકતવાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા કાના જેશાભાઇ મોરી, રહે. ફૂલઝરનેશની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ અને ફૂલઝરનેશથી પૂર્વે આશરે 1 કિ.મી. દૂર હકીકતવાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા ભીખા માંડાભાઇ મોરી, રહે. ફૂલઝરનેશની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ અને મજકુર બંને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના અલગ- અલગ ગુન્હા રજીસ્ટર કરાવેલ છે અને કાના જેસા મોરીની ભઠ્ઠીમાંથી 1200 લીટર આથા અને ભઠ્ઠીના સાધનો મળી 34,075નો મુદામાલ મળ્યો હતો જ્યારે ભીખા માંડા મોરીની ભઠ્ઠીમાંથી 1400 લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી 40,150નો મુદામાલ હાથ લાગ્યો હતો. આ બંને ઇસમો હાજર મળી આવ્યા નહી હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન.તળાવીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.મોરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જે.દાસા, પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, કૃણાલસિંહ પ્રવીણસિંહ દ્વારા કરવામાં આવી હતી.
જિલ્લાભરમાં અન્ય 28 ગુન્હા થયા દાખલ
તે ઉપરાંતના અન્ય 28જેટલા પ્રોહીબીશનના ગુન્હા દાખલ થયા છે જેમાં હામદપરાના વાડી વિસ્તારમાં રહેતા રામ વેજા ખુંટીને કુતિયાણાના જાહેરપીર પાસેથી નશાની હાલતમાં કાર ચલાવતા પકડી લેવાયો છે. બોરસરના ચિરાગ ચીના રાઠોડને યાત્રાધામ માધવપુરમાંથી નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લેવાયો છે. ખારવાવાડની પંચહાટડીમાં રહેતા કમલેશ ઉર્ફે કબો પ્રેમજી ગોહેલને 140 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો. માધવાણીકોલેજ નજીક યુગાંડા સોસાયટીમાં રહેતા રાણા ઉર્ફે લંગી ચના મોરીની ગેરહાજરીમાં તેના મકાનમાંથી 3000 રૂા.નો દારૂ કબ્જે થયો છે. બોખીરાના કોરીવાડના નાકે રહેતી દેવી ઉર્ફે કારી સરમણ ઓડેદરા નામની 65 વર્ષની વૃધ્ધાના ઘરેથી 600 રૂા.નો દારૂ મળતા સવારે પોલીસમથકમાં હાજર થવા જણાવ્યુ હતુ. રાણાવાવના વાગડીયાવાસમાં રહેતી સમુ વીરા ચૌહાણ પાસેથી 3000નો દારૂ કબ્જે થયો છે. રાણાવડવાળાના અલ્પેશ ગોવિંદ ચાનપાને જામનગર ચોકડી પાસેથી 400 રૂા.ના દારૂસાથે પકડી લેવાયો હતો. આદિત્યાણાના અરભમ ઉર્ફે ડગડગ રાણા ઓડેદરાની ગેરહાજરીમાં તેની ઓસરીમાંથી 200 રૂા.નો દારૂ મળ્યો હતો. દેવડા ગામે ખાગેશ્રીના પાટીયા પાસે રહેતા કાના હાજા મુસારની ગેરહાજરીમાં 3400 રૂા.નો દારૂ મળ્યો હતો. ઇશ્ર્વરીયાના સાજણ નથુ ડોડીયા પાસેથી કાલીન્દ્રી નદીના પટમાંથી 2200 રૂા.નો દારૂ મળ્યો છે. કુતિયાણાના ચકલાપરામાં રહેતા રામ ઉર્ફે બાબડો નાગા ઓડેદરાને 400 રૂા.ના દારૂ સાથે પકડી લીધો છે. કેશવની સીમમાં રહેતા રામ ભીખુ મોઢવાડીયાની ગેરહાજરીમાં 1000 રૂા.નો દારૂ, ફટાણાની સોનલ રણમલ મોઢવાડીયાની ગેરહાજરીમાં 1000 રૂા.નો દારૂ, દેગામની બુધીબેન કાના ખરાની ગેરહાજરીમાં 1200 રૂા.નો દારૂ મળ્યો હતો. ટુકડા ગોસાના લીલા રાણસી માવદીયા પાસેથી 200 રૂા.નો દારૂ, મીયાણીના નાગા કેશવ જમોડ પાસેથી 400 રૂા.નો દારૂ, ખારવાવાડના દીપક ઉર્ફે ટકો ગીરધર તોરણીયા પાસેથી 1600 રૂા.નો દારૂ, નવાકુંભારવાડા શેરી નં. 32ના શબીર ઉર્ફે ફોડલો યુનુસ હાજી માંકડા પાસેથી 1200 રૂા.નો દારૂ કબ્જે થયો છે.

રિલેટેડ ન્યૂઝ