જ્યુબેલી પુલ પર અકસ્માત સર્જી કારચાલક નાશી છૂટયો

યુવાનને સારવાર માટે રાજકોટ ખાતે લઇ જવાયા બાદ હજુ પણ બેભાન હોવાથી મોટાભાઇએ નોંધાવ્યો કારચાલક સામે ગુન્હો

પોરબંદરના જ્યુબેલી પુલ પર અકસ્માત સર્જી કારચાલક નાશી છૂટયો છે તેથી ઇજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખાતે લઇ જવાયા બાદ હજુ પણ બેભાન હોવાથી મોટાભાઇએ નોંધાવ્યો કારચાલક સામે ગુન્હો નોંધાવ્યો છે.
પોરબંદરના કમલાબાગ નજીક આવેલ અંબિકા હાઉસીંગ સોસાયટીમાં રહેતા અનંતભાઇ અનીલભાઇ થાનકી દ્વારા તેના નાનાભાઇ જયેશભાઇ અનીલભાઇ થાનકી ઉ.વ. 49 સાથે સર્જાયેલા વાહન અકસ્માત અંગે ગુન્હો દાખલ કરાવ્યો છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે તા. 5-5ના રાત્રે સાડા અગિયાર વાગ્યે તેના નાનાભાઇ જયેશભાઇ પોતાનું મોટરસાયકલ લઇને જ્યુબેલીપુલ પરથી તેમના ઘરે ગીતાનગર જઇ રહ્યા હતા અને મામાદેવના મંદિર પાસે બેફામ સ્પીડે કાર ચલાવતા શખ્શે બાઇકને ઠોકર મારી દેતા જયેશભાઇ થાનકી ગંભીર રીતે ઘવાયા હતા. નજીકમાં ચાઇનીસ ખાણીપીણીની લારી ધરાવતા ધંધાર્થીએ નાશી રહેલ કારના નંબર લઇ લીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા જયેશભાઇને ઇમરજન્સી સેવા 108માં પ્રાથમિક સારવાર આપી સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી અને એવુ જણાવ્યુ હતુ કે ગંભીર ઇજા થઇ હોવાથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઇ જાવ એ સારુ રહેશે તેથી જયેશભાઇના પત્ની દેવલબેન, સસરા શાંતિલાલ અને દીકરો પાર્થિવ વગેરે એમ્બ્યુલન્સમાં રાજકોટ લઇ ગયા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ માથામાં હેમરેજ થયુ હોવાનું જણાવ્યુ હતુ. પાંસળીઓ તૂટી ગઇ છે અને અન્ય જગ્યાએ ફ્રેકચર જેવી ગંભીર ઇજા થઇ છે. સીટીસ્કેન પણ કરાવ્યુ છે અને અત્યાર સુધી તેઓ બેભાન હાલતમાંજ છે. ત્યારે હવે હોસ્પિટલની દોડાદોડીમાંથી સમય કાઢીને અનંતભાઇ થાનકીએ તેના ભાઇ જયેશભાઇ અનીલભાઇ થાનકીને ઠોકર મારનાર અજાણ્યાકારચાલક સામે ગુન્હો દાખલ કરાવ્યો છે. ત્યારે આગળની તપાસ કીર્તિમંદિર પોલીસ ચલાવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ