રાજીવનગર વિસ્તારમાં રસ્તા સમથળ નહી થાય તો ચોમાસામાં વધુ મુશ્કેલી સર્જાશે

ત્રણ-ત્રણ વર્ષથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યા હોવા છતાં મહાનગરપાલિકાનું તંત્ર નકકર કાર્યવાહી કરી શકયુ નહી: સ્થાનિક રહેવાસીઓએ વધુ એક વખત ઉચ્ચકક્ષાએ પાઠવ્યુ આવેદન

રાજીવનગર વિસ્તારમાં રસ્તા સમથળ નહી થાય તો ચોમાસામાં વધુ મુશ્કેલી સર્જાશે તેમ જણાવીને ત્રણ-ત્રણ વર્ષથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યા હોવા છતાં મહાનગરપાલિકાનું તંત્ર નકકર કાર્યવાહી કરી શકયુ નહી હોવાથી સ્થાનિક રહેવાસીઓએ વધુ એક વખત ઉચ્ચકક્ષાએ આવેદન પાઠવ્યુ હતુ. રાજીવનગર વિસ્તારના રહેવાસીઓએ કરેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે પોરબંદરમાં જ્યાં જ્યા એજન્સી દ્વારા કામ થાય છે ત્યા પૂરુ કે બરાબર કામ થતુ નથી કે નથી કોઇ પૂછવાવાળુ તો જવાબદારી કોની?રાજીવનગરમાં ત્રણ વર્ષથી ભુગર્ભગટર પાણીની લાઇન, ગેસલાઇનનું કામ ચોમાસામાં પણ ચાલુ હોય છે. છતાં નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો કે ઇજનેર જોવા આવતા નથી. અંજલી પાર્કમાં કામ અધૂરુ છોડી દીધેલ છે. કુંડીની આસપાસ ભરતી નથી. ગટરની આસપાસ ભરતી નથી કરી જેથી ગટરમાં વરસાદ આવશે ભરતી બેસી જશે. રાહદારી, પશુ, વાહનો પડશે તો કોની જવાબદારી? ત્રણ વર્ષ પૂર્ણ થયા કામ પુરુ થયુ નથી. જવાબદારી સરકારની, કેબીનેટ મિનિસ્ટરની કે મહાનગરપાલિકાના વહીવટદારની કે ઇજનેરની કે એજન્સીની કોઇ જવાબદારી નકકી કરો જેથી કોઇને જાનમાલનું નુકશાન જાય તેની પાસે પ્રજા વસુલ કરી શકે. કેમકે પ્રજા ટેકસ, દંડ સરકાર લઇ લે તો તેની સામે નુકસાન જાય તો પ્રજા લઇ શકે.
રાજીવનગરમાં ત્રણ વર્ષથી ભુગર્ભ ગટરનું કામ થયુ નથી. નવી ડ્રેનેજ પાણી કાઢવા માટે ગટર બનાવાય છે. જે આડેધડ આયોજન વગર કે ટેકનીકલ જ્ઞાન વગર બનાવાય છે. જે સમયસર ન કરતા આ વર્ષે ચોમાસામાં વરસાદના પાણી ગટરમાંજ રહેશે અને ઉભરાશે અને રાજીવનગરની પ્રજાને પાણીના નિકાલ બદલે પાણી ભરાવાનો પ્રશ્ર્ન રહેશે. આમાં જવાબદારી કોની? સરકારના પૈસા, પ્રજાના ટેકસના પૈસા, એજન્સીને કામ પુરા કરવા કાંઇ વહીવટદાર કાંઇ કરી શકતી નથી. આમ કેમ? એજન્સી થી દબાય છે કે મીલી ભગત છે. વારંવાર પોરબંદર સહેજ કચરો રહે તો દંડ કરનાર મહાનગરપાલિકાનું તંત્ર રાજીવનગરમાં ખોદકામ કરી જે તે જગ્યાએ લેવલ કરેલ નથી. જ્યાં ત્યા રેતીના ંઢગલા પથ્થર છે. ભરતી ઉપાડતા નથી. મહાનગરપાલિકાને કોઇ દંડ કરશે કે કેમ? તેવો આ વિસ્તારના લોકોએ સવાલ ઉઠાવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ