વનમંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક યોજાઈ

વિકાસકાર્યો, એરપોર્ટ રન-વે, વિસાવાડા બીચ વિકાસ અને જમીન ફાળવણી સહિતના મુદ્દાઓની થઇ સમીક્ષા: શાળાઓના સમારકામ, સોલાર રૂફટોપ યોજના અને ચોમાસા પુર્વે તંત્રને સતર્ક રહેવા અપાઈસુચના

પોરબંદર સર્કિટ હાઉસ ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યો, જાહેર સુવિધાઓ તથા સરકારી વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ માર્ગ-મકાન વિભાગના કામો, પોરબંદર એરપોર્ટના રન-વે વિકાસ, વિસાવાડા બીચના વિકાસ, શાળાઓના સમારકામ, સોલાર રૂફટોપ યોજના અને ચોમાસા દરમિયાન તંત્રની તૈયારી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
પોરબંદર સર્કિટ હાઉસ ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષસ્થિતીમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યો, જાહેર સુવિધાઓ અને વિવિધ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ માર્ગ અને મકાન વિભાગહેઠળ ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ઉપરાંત જમીન ફાળવણી સંબંધિત મુદ્દાઓ, વિવિધ વિભાગોમાં મહેકમની સ્થિતિ, પોરબંદર એરપોર્ટના રન-વે વિકાસ તેમજ વિસાવાડા બીચના વિકાસ જેવા મહત્વના વિષયો અંગે વિગતવાર માહિતી મેળવી કામગીરીમાં વધુ ગતિ અને અસરકારક સંકલન સુનિશ્ચિત કરવા સૂચનો કર્યા હતા.મંત્રીએ બોખીરા આવાસ ખાતે જરૂરી સમારકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરી આંગણવાડીઓ ફરી કાર્યરત કરવા સૂચના આપી હતી.ઉપરાંત બાળકોની સુરક્ષા અને સુવિધાને જિલ્લાની તમામ શાળાઓનો સર્વે કરી જ્યાં જરૂરી હોય ત્યાં સમારકામ હાથ ધરવા તેમજ ઉર્જા આત્મનિર્ભરતા માટે સોલાર રૂફટોપ યોજના હેઠળ ગ્રામપંચાયતો, શાળાઓ, આંગણવાડીઓ સહિતના સરકારી મકાનોને આવરી લેવા પર ભાર મૂક્યો હતો.બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપ સ્થાપન માટે ઉપલબ્ધ જગ્યાની વિગતો તૈયાર કરવા તેમજ મંજૂર થયેલા કામોના ટી.એસ. કરવા સૂચના આપી હતી.આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને તમામ અધિકારીઓને પૂર્વ મંજૂરી વિના મુખ્ય મથક ન છોડવા તેમજ વરસાદી પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા સજ્જ રહેવા જણાવ્યું હતું.ઉપરાંત એપ્રેન્ટિસ યોજના સહિત રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બેઠકમાં મેયર સાગર મોદી, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી,મ.ન.પા.કમિશ્નર હસમુખ પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા બી.યુ.જાડેજા સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ