જેતપુર પીઠડીયા નજીક બે કાર વચ્ચે અકસ્માત

બાળકને સામાન્ય ઈજા

જેતપુર તા.24
જેતપુરનાં પીઠડીયા ગામ નજીક એક કારને બીજી કારે ટક્કર મારતાં બન્ને કાર રોડની સાઈડમાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાળકને સામાન્ય ઇજા પહોંચી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર તાલુકાના પીઠડીયા ગામ નજીક રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં રાજકોટ થી જુનાગઢ તરફ જઈ રહેલ આઈ ટ્વેન્ટી નબર વગરની કારને પાછળથી આવી રહેલ જીપ કંપની ની કારે ટક્કર મારતાં બન્ને કાર રોડની સાઈડમાં નીચે ઉતરી જતા ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો સદનસીબે બન્ને કારની અંદર એર બેગ ખુલી જતા બન્ને કારમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો જ્યારે એક બાળકને સમાન્ય ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પીઠડીયા ગામ નજીક અકસ્માત સર્જાતા ગામના લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા અકસ્માત મામલે વીરપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ