ક્રાઈમ ડાયરી : શીક્ષીકાને સાસરીયાનો ત્રાસ

શહેરની વાંકાનેર સોસાયટીમાં ત્રણ માસથી માવતરે રહેતા અને બરોડા ખાતે પ્લે હાઉસ ચલાવતા શિક્ષિકા ડીમ્પલબેન જોબનપુત્રાએ વડોદરા રહેતા પતિ હર્ષિલભાઈ, સસરા પ્રદીપભાઈ વસંતભાઈ જોબનપુત્રા અને સાસુ કિરણબેન સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ અમે ભાડે રહેવા બરોડા ગયા હતા સસરા રાજકોટ પીડીએમ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા અને રજામાં ત્યાં અવરજવર કરતા કામ બાબતે ઝઘડા કરી વધેલી રસોઈ જમાડતા, સાસુ બેડરૂૂમમાં આવીને સુઈ જતા મને પતિ રોકાવવા જવા દેતા નહિ, અને શારીરિક માનસિક ત્રાસ આપતા ઘરમાં કોઈ રસોઈ પૂછ્યા વના બનાવવા દેતા નહિ, તારે કોઈ વસ્તુ અળવી નહિ કહી ધમકી આપતા મારી અને મારા પતિની મુંબઈ દવા ચાલતી હોય જે સર્ચ કરતા માનસિક બીમારીની દવા હોય મને માનસિક અસર થઇ ગઈ હતી સાસુ-સસરા તને મેન્ટલ હોસ્પીટલમાં દાખલ કરી દેવી છે કહી ત્રાસ આપતા પતિએ જુલાઈમાં મારકૂટ કરતા હું પહેરેલ કપડે પિયર આવી ગઈ હતી સમાધાન નહિ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
છોટા હાથી બારોબાર વેચી મારતા ફરીયાદ
નાનાલાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ અમદાવાદ-બાવળા રોડ પર આશાપુરા રોડ કેરીયર નામનુ ટ્રાન્સપોટે ચલાવે છે.છેલ્લા આશરે સાતેક વષેથી ઈલેકટ્રીક આઈટમ ક્રોમા કંપની સાથે તેમને આખા ગુજરાતમા માલ ડીલીવરીનો કોન્ટ્રાકટ હોય જેથી તેમને રાજકોટ અવાર નવાર જવું પડે છે.અઢી વર્ષ પહેલા તેઓ રાજકોટ 150 ફુટ રીગ રોડ ઉપર આવેલ આર.કે.પ્રાઈમમા કોન્ટ્રાક ચાલુ હોય ત્યા તેમનું છોટા હાથી પિકઅપ વાહન ચાલતી હતી જેથી તેમને 150 ફુટ રીગ રોડ આર.કે.પ્રાઈમમા જવાનુ હોય ગોહીલ સાથે ઓળખાણ થઈ હતી અને બે વર્ષે પહેલા તેઓ રાજકોટ આવતા અતુલભાઈને તેમનું છોટા હાથી ચલાવવા માટે ડ્રાઇવર તરીકે રાખ્યા હતા અને દર મહીને રૂૂપીયા 18,000 પગાર આપતા હતા.થોડા સમય પહેલા તેમના ઘરે કંપની તરફથી નોટીશ આવી કે અતુલભાઈ ખરાબ વર્તન કરે છે. જેથી તેને તેના પગારના રૂૂપીયા તથા ડીઝલના રૂૂપીયા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા અને તેનું છોટા હાથી પરત ન આપી તેમની સાથે વિશ્ર્વાસઘાત કરી રૂૂ.4 લાખનું છોટાહાથી બારોબાર વેચી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાવી હતી.
હડમતીયામાં માનસીક કિશોરે પીધી દવા
કુવાડવાના હડમતીયા ગામે રહેતા 15 વર્ષના તરુણે માનસિક બીમારી થી કંટાળી ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.વધુ વિગતો મુજબ,હડમતીયા ગામે વિપુલ નરસંગભાઇ ડામોર નામના 15 વર્ષના તરુણે ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે સીવીલે ખસેડવામાં આવ્યો છે.તેમના પરિવારે જણાવ્યું હતું કે,વિપુલને માનસિક બીમારી હોય તેમજ તેમના પિતા મજૂરી કામ કરે છે અને પોતે બે ભાઈ એક બહેનમાં વચેટ છે. બીજા બનાવમાં મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસે રહેતા રાજનસિંગ સુગરસિંગ ચૌહાણ નામના 25 વર્ષના યુવાને રાત્રિના સમયે કુવાડવા રોડ ઉપર આવેલી મેંગો માર્કેટ પાસે માથામાં નાખવાની ડાઈ પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
નાણાની લેતી-દેતી પ્રશ્ર્ને યુવક પર હુમલો
મોરબી રોડ જકાતનાકા પાસે આવેલા 25 વારીયા માં રહેતા રવિ બાબુભાઈ અખીયાણી નામનો 18 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેમના મિત્ર રાહુલે ફોન કરી સેટેલાઈટ ચોક મધુવન સ્કુલ પાસે બોલાવ્યો હતો અને ત્યાં પૈસાની ઉઘરાણી કરી રાહુલ અને તેની સાથેના કારણે ધારીયા વડે માર મારતા ઈજાગ્રસ્ત રવિને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે કાર્યવાહી કરવા તજવીજ આદરી છે. બીજા બનાવમાં ભીલવાસ પાસે રહેતા માનવ શ્યામભાઈ વાઘેલા નામનો 22 વર્ષનો યુવાન ભીલવાસ ચોકમાં આવેલા હનુમાનજીના મંદિર પાસે હતો ત્યારે કલ્પેશ ગંગારામ તથા તેની સાથેના અજાણ્યા શકશે ઝઘડો કરી લાદીના કટકા વડે માર મારતા માનવને માથાના ભાગે ગંભીર ઇજા થતા લોહી લુહાણ હાલતમાં સિવિલે ખસેડાયો હતો.
લોધીકાના પાળમાં બે જૂથ બાખડયા
કોટડા સાંગાણીના રાજપરા ગામે રહેતા અને માલઢોર રાખી દુધનો વેપાર કરતા કાળુભાઈ ભનુભાઈ ટાટિયા (ઉ.વ.39)એ લોધીકા પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે લોધીકાના પાળ ગામના થોભણભાઈ ટારિયા, રામભાઈ થોભણભાઈ ટારિયા અને મોમભાઈ કાનાભાઈ ટારિયાના નામ આપ્યા છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને સાહેદ પાળ ગામે સુરાપુરાના દર્શન કરવા આવેલ હોય અને આરોપીઓએ પોતાના ઘર પાસે માતાજીનો તાવો કરતા હોય અહીં કેમ તાવો કર્યો તેમ કહેતા ઉશ્કેરાઈ જઈ ફરિયાદી પર છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે લોધીકાના પાળ ગામે રહેતા વેપારી જીતેન્દ્ર માંડણભાઈ ટારિયા (ઉ.વ.35)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજપરા ગામના કાળુભાનુભાઈ ટારિયા, ગોવિંદ ભનુભાઈ ટારિયા, અને રાજકોટના રવિ આણંદ ટારિયા, નવઘણ આણંદ ટારિયા, અનિલ નારણ ટારિયા, રામભાઈ નારણ ટારિયા અને પ્રવિણ ભનુભાઈ ટારિયાના નામ આપ્યા છે. પોલીસ બંને જુથની ફરિાયદ પરથી 10 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ