સિંગતેલના ભાવ સ્થિર

કપાસિયા તેલ સહિત અન્ય તેલોના ભાવ સ્થિર

સિંગતેલના સહિત અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે. મગફળી બજારમાં ભાવમાં પ્રમાણમાં ફેરફાર જણાતો હતો.ચણા બેસન બજારમાં સ્થિરતા હતી જ્યારે એરંડા બજારમાં પણ ભાવમાં પ્રમાણમાં વધારો થયો છે.
મગફળી
મગફળી બજારમાં આવકમાં વધારો જોવા મળ્યો છે અને ભાવમાં સ્થિર વલણ જણાતું હતું. જૂનાગઢમાં 8,000 ગુણીની આવક હતી. જેમાં પિલાણના 29,000, જી 10 33,500, જી20 32,500 અને ટીજે 37 34,000 ઉપર જણાતા હતા. જ્યારે સિંગખોળ રૂ. 43,000 ઉપર રહ્યો હતો.
ખાદ્યતેલ
સિંગતેલના સહિત અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે.અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે.
રાજકોટમાં સીંગતેલના ભાવ આજે 15 કિગ્રા ટીન 2875 – 2925, 13 કિગ્રા લેબલ ટીન 2605 – 2655, સાઈડ તેલોમાં કપાસિયા તેલ 15 કિગ્રા નવા ટીન 2340- 2370, 13 કિગ્રા નવા ટીન 2070- 2385 ઉપર જણાઈ રહ્યા છે. વનસ્પતિ તેલ 1960 – 1980, પામોલિન તેલ રૂ. 2060 – 2065, કોપરેલ 4500 – 4660, દિવેલ 2310 – 2340, કોર્ન 2000 – 2030, મસ્ટર્ડ ઓઇલ 2380 – 2410 અને સન ફલાવરના ભાવ 2290 – 2320 ઉપર જણાતા હતા.
ચણા બેસન
ચણા બેસન બજારમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે. ભાવમાં ખાસ ફેરફાર નહીં થતા વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી છે.
એરંડા
એરંડા બજારમાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. દિવેલના ભાવ 1317- 1327 ઉપર નોંધાયા છે.
એરંડા બજારમાં સૌરાષ્ટ્રમાં 900 થી 1000 ગુણીની આવક હતી જેના ભાવ 1230 થી 1270 રહ્યા હતા. જ્યારે ગુજરાતમાં 30000 થી 31000 ગુણીની આવક હતી જેના ભાવ 1250 થી 1270 રહ્યા હતા. મુખ્ય પીઠમાં જગાણા 1285, કડી 1285, કંડલા 1280, શાપુર 1325- 1330 અને ગિરનારના ભાવ 1320 – 1325 ઉપર જોવા મળ્યા છે.

રિલેટેડ ન્યૂઝ