બજેટ 2026માં સંરક્ષણ પર વિશેષ ભાર અપાયો: મધ્યમ વર્ગને ટેક્સમાં સીધી મોટી રાહત નહીં

આરોગ્યમાં આયુર્વેદ પર ફોક્સ : યુવાનો માટે નવી તકો

બજેટ 2026 માં સંરક્ષણ ક્ષેત્ર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સંરક્ષણ બજેટમાં સીધો15 ટકા વધારોકરવામાં આવ્યો છે. જ્યારે સૈન્ય દળોના આધુનિકીકરણ માટેના ખર્ચમાં22 ટકા વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે કેન્દ્ર સરકારે2.78 લાખ કરોડ રૂપિયાનું બજેટફાળવ્યું છે. આ બજેટ હેઠળ 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની તેમજ રેલવે સુરક્ષા વધારવાની મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને યુવાનોને ભવિષ્યલક્ષી કૌશલ્ય સાથે જોડવા માટે ’ઓરેન્જ ઇકોનોમી’ (ઘફિક્ષલય ઊભજ્ઞક્ષજ્ઞળુ) હેઠળ અનેક પહેલો જાહેર કરવામાં આવી છે. જે મુજબ દેશની 15,000 શાળાઓ અને 500 કોલેજોમાંક્ધટેન્ટ ક્રિએટર લેબ્સસ્થાપવામાં આવશે 4. છોકરીઓને જઝઊખ (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા દેશના789 જિલ્લાઓમાં હોસ્ટેલ સુવિધાવિકસાવવામાં આવશે.આયુર્વેદ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે3 આયુર્વેદિક અઈંઈંખજતથા આયુર્વેદિક દવાઓના પરીક્ષણ માટે નેશનલ લેબ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે.કુલ મળીને, બજેટ 2026 માં મધ્યમ વર્ગને સીધી મોટી ટેક્સ રાહત મળેલી નથી, પરંતુ આરોગ્ય, શિક્ષણ, રેલવે અને ઉદ્યોગ જેવા પાયાના ક્ષેત્રોમાં કરવામાં આવેલા રોકાણો દેશના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમ ધર્મેશ સૂચક અને દર્શન સેનરોજાએ જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ