રેસકોર્સમાં ગ્લો ગાર્ડન બાંબુ ગ્રાસ, ફાઇકસ, બોગનવેલ સહિતની આકર્ષક થીમથી બનશે : વિવિધ કલરનો સેડ અપાશે

હવે રિંગરોડની પાળી પર જ નહી, અંદરના ગાર્ડન પણ રાત્રે 12 સુધી રોશનીથી ઝળહળશે
મે-2027 સુધીમાં ગ્લો ગાર્ડનનું કામ પૂર્ણ કરવા મનપાની તૈયારી : સર્જનાત્મક શિલ્પો(સ્ક્લપચરા તૈયાર કરવામાં આવશે. બટરફ્લાય લેન્ડસ્કેપ ડિઝાઇનમાં આકર્ષક ફ્લાવર બેડ પણ બનશે

રાજકોટ મનપાના નવા બજેટમાં શાસકોએ કેટલીક રંગપુરણી કરી છે. નવા રૂપકડા પ્રોજેક્ટ ઉમેર્યા છે. એ પૈકી એક છે શહેરની સાન એવા રેસકોર્સમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કાંકરિયા લેકમાં ગાર્ડનની જેવી રોનક છે તેવી જ રોનક સાથે ગ્લો ગાર્ડન બનાવવાનો પ્રોજેક્ટ મુકવામા આવ્યો છે. રેસકોર્સના આ ગ્લો ગાર્ડનમાં કેક્ટસ થીમ, બાંબૂ ગ્રાસ થીમ, ફાઈકસ અને બોગનવેલ થીમથી તૈયાર કરવામા આવશે.
રાજકોટનો રેસકોર્સ ગાર્ડન હવે રોશનીથી ઝગમગી ઉઠશે. મહાપાલિકાનો ગ્લો ગાર્ડન પ્રોજેક્ટ સાકાર થયેથી હવે સાંજે 6થી 12 સુધી રેસકોર્સ રિંગ રોડની પાળીએ જ નહીં પરંતુ રેસકોર્સ ગાર્ડનની અંદર ચકાચોંધ રોશનીનો ઝગમગાટ પથરાશે. રેસકોર્સ ગાર્ડનમાં નવા સેલ્ફી પોઇન્ટ્સ નિર્માણ કરાશે. જો કે આ પ્રોજેક્ટ સાકાર થતા હજુ સવા વર્ષ લાગશે. રેસકોર્સમાં ગ્લો ગાર્ડન પ્રોજેક્ટ તૈયાર થવા જઇ રહ્યો છે, જે મે-2027 સુધીમાં પૂર્ણ થવાની આશા છે. આ પ્રોજેક્ટમાં રેસકોર્સને આધુનિક અને આકર્ષક બનાવવા માટે વિવિધ સુવિધાનો સમાવેશ કરવામાં આવશે, જેમ કે થીમ આધારિત ગાર્ડન્સ જેમાં કેક્ટસ થીમ, બાંબૂ ગ્રાસ થીમ, ફાઈકસ અને બોગનવેલ થીમ ગાર્ડન નિર્માણ કરાશે. ગ્લો ગાર્ડનમાં મુખ્યત્વે લાઈટિંગ ઇફેક્ટ જ મુખ્ય રહેશે જેમાં વિવિધ પશુ-પક્ષીઓ, વૃક્ષો અને વિવિધ આકૃતિઓને રોશનીની ઝળહળતી અસર આપવામાં આવશે. તદઉપરાંત વેસ્ટ ટુ વન્ડરમાં વપરાશ બાદની વસ્તુઓમાંથી સર્જનાત્મક શિલ્પો તૈયાર કરવામાં આવશે. બટરફ્લાય લેન્ડસ્કેપ ડિઝાઇનમાં આકર્ષક ફ્લાવર બેડ ગાર્ડનની સુંદરતા વધારશે. આ પ્રોજેક્ટ રાજકોટને નવું નાઇટ ટુરિઝમ હબ બનાવશે અને પરિવાર સાથે ગુણવત્તાપૂર્ણ સમય પસાર કરવા માટે એક આધુનિક સ્થળ પૂરું પાડશે.

ભારતમાં આટલી જગ્યાએ છે ગ્લો ગાર્ડન, આ પેટર્નથી બનશે
8 સાબરમતી રિવર ફ્રન્ટ
8 સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્લો ગાર્ડન- કેવડિયા કોલોની
8 મુંબઇ ગ્લો ગાર્ડન-ગિરગામ ચોપાટી
8 બ્રિંદાવન ગાર્ડન-મૈસૂર, મ્યુઝિકલ ગાર્ડન
8 રાષ્ટ્રપતિ ભવન-નવી દિલ્હી
8 ગાર્ડન ઓફ સાયલન્સ અને નેકચંદ રો ગાર્ડન-ચંદીગઢ

રિલેટેડ ન્યૂઝ