દૂધ મંડળીઓને કિલો ફેટના રૂા. 830 ચુકવાશે
રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. હાલની ઉનાળાની પરીસ્થીતી અને કમોસમી વાતાવરણમાં ફેરફાર ને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાનાં ઉદેશથી સંઘનાં નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂા.20/- નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.830/- કરવા નિર્ણય નક્કી કરેલ છે. અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.810/-ચુકવવામાં આવી રહયો છે. દૂધ સંઘ દ્વારા તા. 01/04થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂા.8 30/-ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.825/-ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ 50 હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. આ જાહેરાત દૂધ સંઘના અધ્યક્ષશ્રી ગોરધનભાઈ ધામેલીયા તરફથી કરવામાં આવેલ છે.
