તમામને સેકટર મેજીસ્ટ્રેટના પાવર અપાશે : રાજકોટ જિલ્લામાં સ્ટાફને બુથ પર પહોંચાડવા 40 એસ.ટી. બસ ભાડે લેવાશે
તા.25મીએ સવારથી જ ઝોનલ ઓફિસર મતદાન મથક સંભાળી લેશે
25મીએ બપોર સુધીમાં બેલેટ, યુનિટ, ક્ધટ્રોલ યુનિટ ટેસ્ટિંગ સહિતનો રિપોર્ટ ચૂંટણી અધિકારીને આપી દેવો પડશે
ઝોનલ અધિકારીઓ મતદાન મથકોની વ્યવસ્થા મતદાન મથકો પર ઇવીએમ (વોટીંગ મશીન) સંજોગો વસાત બગડે તો તેને બદલાવવા કાયદો અને વ્યવસ્થા નિષ્પક્ષ મતદાન પ્રક્રિયા સહિતની જવાબદારી સંભાળશે. ઝોનલ અધિકારીઓ મતદાન મથકોની ચકાસણી કરી મતદાનની પ્રક્રિયા પર બાજનજર રાખશે. રાજકોટ શહેર જિલ્લાના તમામ મતદાન મથકોનો કબ્જો ચૂંટણી સ્ટાફ દ્વારા ઇવીએમ મશીન અને જરૂરી ચૂંટણી સાહિત્ય સાથે તા. રપના સંભાળી લેશે. મતદાન મથક દીઠ પ્રિસાઇડીંગ ઓફીસર-પોલીંગ ઓફીસર સહિત પાંચથી છ કર્મચારીઓ તૈનાત કરાશે. તા. રપના બપોર સુધીમાં મતદાન મથકો પર પહોંચી બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ ગોઠવી ટેસ્ટીંગ કરશે જેની સાથે જ ચૂંટણી અધિકારીને પણ આ અંગેનો રિપોર્ટ કરવામાં આવશે.
પ્રિસાઇડીંગ-પોલીંગ અધિકારીને પેન્સીલ, ઇન્ક સહિત 109 વસ્તુનો સેટ અપાશે
પ્રિસાઇડીંગ-પોલીંગ અધિકારીઓને મતદાનની કામગીરી માટે ફોમ્ર્સ કવર, પેન્સીલ, ઇન્ક, વોટર માર્કિંગ સ્લીપ સહિત 109 વસ્તુઓ સાથે ચૂંટણી સાહિત્ય અપાશે. ચૂંટણી સ્ટાફ તા. રપના રાત્રી રોકાણ જે તે મતદાન મથકો કરશે અને બીજા દિવસે તા. ર6ના સવારે રાજકીય પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મતદાન મથકો પર મોકપોલ ટેસ્ટીંગ કરશે જે બાદ સાત વાગ્યાથી મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ થશે. જિલ્લામાં મતદાન મથકો પર બેલેટ યુનિટ-કંટ્રોલ યુનિટ પહોંચાડવા માટે વહીવટી તંત્ર દ્વારા 40થી વધુ એસ.ટી.ની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વોટીંગ મશીનોના કમીશનીંગ કરી તેને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવાની કામગીરી આજથી આરંભી દેવામાં આવી છે.
રાજકોટ કલેકટર કચેરીના અધીકારીના સુત્રોના કેહવા મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના 1014 મતદાન મથક માટે 100થી વધુ ઝોનલ ઓફિસરોના નિમણૂક ઓર્ડર જાહેર કરવામાં આવ્યાા છે. આ ઓફિસરોને મતદાન મથકોની વ્ય્વસ્થાિ, મતદારોની યાદીનું સત્યાાપન, નિષ્પંક્ષ મતદાન પ્રક્રિયા અને કાયદો-વ્યકવસ્થાીની જવાબદારી સોંપવામાં આવી છે.ઝોનલ ઓફિસરો વિવિધ વોર્ડ અને તાલુકાઓમાં કાર્યરત રહીને મતદાન કેન્દ્રો નું નિરીક્ષણ કરશે, તાલીમ આપશે અને કોઈપણ અનિયમિતતા અટકાવશે, અને મતદાનના દિવસે મતદાન આંકડાઓ દર બે કલાકે રીર્પોટ આપશે.
આગામી ચૂંટણીને લઇ દરેક મતદાન મથક પર પ્રિસાઈડિંગ અધિકારી, પોલિંગ ઓફિસર સહીત 5 થી 6 લોકોનો સ્ટાવફ હશે. 26મીએ મતદાન હોય, ચૂંટણી ફરજ પરનો સ્ટાઓફ 25મીએ બપોરે 2વાગ્યેલ પોતાના મતદાન મથક પર પહોંચી જશે અને મતદાન મથક પર બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ તેમજ વિવિપેટ મશીનના સાથે મોક પોલની તૈયારી અને ટેસ્ટિંવગ કરશે જેથી મશીનો સરળતાથી કામ કરે ત્યા રબાદ 3 વાગ્યાત સુધીમાં ચૂંટણી અધિકારીને રિપોર્ટ સોંપી દેશે.પ્રીસાઇડિંગ ઓફિસર પાસે ફોર્મ્સિ, કવર, પેન્સિલલ, ઇન્ડેાલિબલ ઇંક, વોટર ર્માકિંગ સ્લિરપ સહિત 109 જેટલી વસ્તુનઓ ચૂંટણી કામગીરી માટે સોંપવામાં આવે છે. મતદાન મથક પરનો તમામ સ્ટારફ 25મીએ જે તે મતદાન મથક પર જ રાત્રીરોકાણ કરી, બીજા દિવસે એટલે કે 26મીએ સવારે 6 વાગે મોકપોલ ટેસ્ટિંતગ કરશે અને સાત વાગ્યાંથી સાંજે છ વાગ્યાજ સુધી મતદાનનો ધમધમાટ ચાલશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં વિવિધ મતદાન મથકો પર બેલેટ યુનિટ, ક્ધટ્રો્લ યુનિટ અને વીવીપેટ મશીન પહોંચાડવા માટે ચૂંટણી વિભાગ દ્વારા 40થી વધુ એસટી બસો મંગાવી હોવાનું જાણવા મળે છે.
