ખરાબ પોશ્ર્ચર, વાસ્તવિક નુકસાન ડિજિટલ યુગનો ઓર્થોપેડિક ખર્ચ

ડો. અચલ સરડવા, સિનિયર ક્ધસલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન, એચસીજી હોસ્પિટલ્સ, રાજકોટ

સ્માર્ટફોન ક્રાતિએ આપણી કરોડરજ્જુને સી- આકારમાં વાળી દીધી છે જે લોકો લાંબા સમય સુધી ડેસ્ક પર ઝૂકી બેસે છે. સોફામાં ધસી જાય છે અથવા સ્કીન તરફ ગરદન ઢાળીને રાખે છે તેઓ ધીમે ધીમે ઓર્થોપેડિક નુકસાન એકઠું કરી રહ્યા છે. યુવાનો ખાસ કરીને તેની ભારે કિંમત ચૂકવી રહ્યા છે, અને ખરાબ રસ્તાઓ પર લાંબી મુસાફરીઓ આ નુકસાનને વધુ વધી કરે છે, જે પહેલેથી જ લાંબા સ્ક્રીન સમયના કારણે શરૂ થઈ ચૂક્યું છે
સારા સમાચાર એ છે કે આ સૌથી અટકાવી શકાય તેવી ઓર્થોપેડિક પરિસ્થિતિઓમાંની એક છે. અને જાગૃતિ એ પ્રથમ પગલું છે. શું તમારી પોશ્ચર તમારી કરોડરજ્જુને બદલી રહી છે?
કરોડરજ્જુને તેની કુદરતી વક્રતા જાળવી રાખવામાં આવે ત્યારે તે અસરકારક રીતે શરીરનું વજન સહન કરવા માટે રચાયેલ છે. ગરદન પાસે હળવો અંદરની તરફ વળાંક (સર્વાઇકલ લોર્ડોસિસ, અને કમરના ભાગમાં અંદરની તરફ વળાંક લંબર લોર્ડોસિસ, જ્યારે મધ્ય પીઠમાં બહારની તરફ વળાંક થોરેસિક કાયફોસિસ, સાથે સંતુલન જળવાય છે. જ્યારે આપણે સ્માર્ટફોન તરફ ઝૂકી જઈએ છીએ અથવા ડેસ્ક પર વાંકા બેસીએ છીએ ત્યારે આ સ્વાભાવિક વક્રતાઓ ધીમે ધીમે ખોવાઈ જાય છે ભારતભરના ઓર્થોપેડિક નિષ્ણાતો યુવાનોમાં પોશ્ચર સંબંધિત ફરિયાદોમાં વધારો નોંધાવી રહ્યા છે જે બતાવે છે કે ડિજિટલાઇઝેશનએ આપણી કરોડરજ્જુપર કેવી અસર પાડી છે

રિલેટેડ ન્યૂઝ