32 હજારનો મુદામાલ કબજે કુવાડવાના પીઆઇ વી આર વસાવા, પીએસઆઈ બ્લોચ અને ટીમની કાર્યવાહી
રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફે જુગારની બદી નાબૂદ કરવાની ઝુંબેશ અંતર્ગત પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ હકીકતના આધારે સણોસરા ગામમાં સુથાર શેરીમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરના પોલીસ કમિશનર, અધિક પોલીસકમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, મદદનીશ પોલીસ કમિશનર વી.બી. જાડેજા (ઉત્તર વિભાગ) દ્વારા પ્રોહિબિશન અને જુગારની બદીઓ નાબૂદ કરવા આપેલી સૂચના અનુસાર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.આર. વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ પેટ્રોલિંગમાં હતી.
આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મકવાણા, જયદીપભાઇ ધોળકીયા અને કુશલભાઇ જોષીને મળેલી સંયુક્ત હકીકતને આધારે સણોસરા ગામે સુથાર શેરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો, દરોડા દરમિયાન જાહેરમાં ગંજીપતાનો જુગાર રમતા સાત શખ્સો પાસેથી રોકડા રૂપિયા 32,050 અને ગંજીપતાના પાના કબજે કરવામાં આવ્યા છે.
કુવાડવા રોડ પોલીસ દ્વારા સણોસરા ગામેથી જુગાર રમતા સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રસુલ હાજીભાઇ કોંઢીયા ઉ.વ.47, ધંધો-ખેતી, રહે. સણોસરા ગામ, સુથાર શેરી, સંજય મોહનભાઇ પરમાર ઉ.વ.33, ધંધો-મજુરી, રહે. સણોસરા ગામ, શંકરના મંદીરની સામે, પવન હસુમુખભાઇ બુધ્ધદેવ ઉ.વ.27, ધંધો-મજુરી, રહે. સણોસરા ગામ, પેટ્રોલપંપની બાજુમાં), કાનજી કેશાભાઇ સાગઠીયા ઉ.વ.50, ધંધો-મજુરી, રહે. સણોસરા ગામ, પેટ્રોલપંપની બાજુમાં, મુકેશ મોહનભાઇ માલકીયા ઉ.વ.40, ધંધો-રીક્ષા ડ્રાઈવિંગ, રહે. સણોસરા ગામ, શંકરના મંદીરની બાજુમાં, અકીલ મેહબુબભાઇ કોંઢીયા ઉ.વ.33, ધંધો-રીક્ષા ડ્રાઈવિંગ, રહે. સણોસરા ગામ, પ્લોટ વિસ્તાર અને સંજય વીનુભાઇ થોરીયા ઉ.વ.32, ધંધો-ખેતી, રહે. સણોસરા, કાનજી કેશાભાઇ સાગઠીયા ઉ.વ.50, ધંધો-મજુરી, રહે. સણોસરા ગામ, પેટ્રોલપંપની બાજુમાં, મુકેશ મોહનભાઇ માલકીયા ઉ.વ.40, ધંધો-રીક્ષા ડ્રાઈવિંગ, રહે. સણોસરા ગામ, શંકરના મંદીરની બાજુમાં, અકીલ મેહબુબભાઇ કોંઢીયા ઉ.વ.33, ધંધો-રીક્ષા ડ્રાઈવિંગ, રહે. સણોસરા ગામ, પ્લોટ વિસ્તાર અને સંજય વીનુભાઇ થોરીયા ઉ.વ.32, ધંધો-ખેતી, રહે. સણોસરા ગામ વાળાનો સમાવેશ થાય છે.
આ અંગેની કામગીરીમાં પીઆઇ વી.આર. વસાવા, પીએસઆઈ એ.એ. બ્લોચ, એએસઆઈ કે.વી. જાડેજા, હેડ કોન્સ્ટેબલ એમ.કે. રબારી તેમજ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મકવાણા, જયદિપભાઇ ધોળકીયા, કુશલભાઇ જોષી, જયપાલભાઇ બરાળીયા, મેહુલસિંહ ચુડાસમા, યશપાલસિંહ જાડેજા, પિન્ટુભાઇ હિરપરા અને અરવિંદસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.
