દ્વારકાનો ભરણ પોષણ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

દ્વારકા તાલુકાના ગોરીયાળી ગામે રહેતા કરણ દેસુરભાઈ ખેંગારભાઈ નામના 25 વર્ષના શખ્સ સામે ઓખાની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અંગેનો કેસ નોંધાયો હતો. જેમાં ઉપરોક્ત આરોપીને ચૂકવવાની થતી રૂપિયા 37,000 ની રકમ આ શખ્સ ચૂકવવામાં નિષ્ફળ જતાં અદાલતે આરોપીને 180 દિવસની સાદી કેદની સજા ફટકારી અને સજા વોરંટ ઇસ્યુ કર્યું હતું.
પરંતુ ઉપરોક્ત શખ્સ સજાથી બચવા માટે નાસતો ફરતો હોય, જિલ્લા એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી અને હરદાસભાઈ મોવરની બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને આરંભડા વિસ્તારના ચોપગી રોડ પરથી ઝડપી લઇ, વધુ કાર્યવાહી અર્થે તેનો કબજો મીઠાપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા અને પી.એસ.આઈ. ડી.એ. વાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ