સોમનાથથી હરિદ્રાર, અયોધ્યા, જગન્નાથપુરી, તિરૂપતિ બાલાજીની ટ્રેન આપવા લોકમાંગ

ટ્રેન વધારવા સોરઠ રેલ્વે પેસેન્જર હિત રક્ષક સમિતિની રજૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સોમવારે. સોમનાથ ખાતે ઉજવાતા અમૃત મહોત્સવમાં આવી રહ્યા છે ત્યારે સોરઠના લાખો મુસાફરો સોરઠ ને રેલવે દ્વારા થતો હળાહળ અન્યાય દૂર કરવાની માગણી કરી રહ્યા છે. એમ માળીયા હાટીના રેલ્વે સલાહકાર સમિતિના સદસ્ય અને સોરઠ રેલવે પેસેન્જર હિત રક્ષક. સમિતિના પ્રવક્તા મહેશ ભાઈ કાના બારે જણાવ્યું છે. મહેશ ભાઈ કાનાબાર યાદીમાં જણાવ્યા પ્રમાણે રેલ્વે દ્વારા સોરઠને વર્ષો થયા હળાહળ અન્યાય થઈ રહ્યો છે બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેશના ટોચના યાત્રાધામ સોમનાથ ને હરિદ્વાર, દિલ્હી, મદ્રાસ, કલકત્તા, હૈદરાબાદ, અયોધ્યા, જગન્નાથપુરી, રામેશ્વર, તિરુપતિ બાલાજી સહિત ના તીર્થ સ્થાન સુધીની લાંબા અંતર ની. ટ્રેન આપવા માગણી કરી છે તેમજ રાજકોટ વેરાવળ વચ્ચે ડેમુ. ટ્રેન. અને વધારા ની . બે લોકલ પેસેન્જર ટ્રેન શરૂ કરવા ની માગણી કરી છે તેમજ સોમનાથ થી દ્વારકા અને દ્વારકા થી સોમનાથ વચ્ચે લોકલ પેસેન્જર ટ્રેન શરૂ કરવાની પણ માગણી કરી છે. રેલ્વે વિભાગને સોરઠ માંથી ઘી કેળા જેવી અઢળક કમાણી થાય છે સોરઠ રેલવે નો કમાઉ દીકરો પણ છે તેમ છતાં પણ રેલ્વે દ્વારા સોરઠને હળાહળ અન્યાય અન્યાય અને અન્યાય થઈ રહ્યો છે. તેમજ રાજકોટ થી વેરાવળ જાવા માટે સવારે સાડા પાંચ વાગે ટ્રેન ચાલુ હતી એ ટ્રેન કોરોનાના સમયમાં બંધ કરેલ છે તો આ ટ્રેન તાત્કાલિક. પાછી શરૂ કરવી જોઈએ. તેમજ વેરાવળ થી સાંજે 7:30 વાગે રાજકોટની એક વધારાની લોકલ ટ્રેન ચાલુ કરવી જોઈએ એવી માગણી સોરઠ ના મુસાફરો વતી મહેશભાઈ કાના બારે કરી છે

રિલેટેડ ન્યૂઝ