બોર્ડના ચેરમેન દ્વારા સત્તાવાર કરાયેલી મહત્વપુર્ણ જાહેરાત
ઇરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગેસ સહિત પેટ્રોલ ડીઝલ પર થઈ છે અને તેના ભાવમાં તબક્કાવાર વધારો થયો છે. આવી જ અસર વિદેશથી આયાત થતી દરેક ચીજ વસ્તુઓમાં થાય છે. પુસ્તકો માટેના કાગળ પણ વિદેશથી આવે છે. તેના ભાવમાં પણ વધારો થયો છે. પરંતુ તેનો બોજ વાલીઓ પર ન પડે તે હેતુસર ગુજરાત સરકારે પાઠય પુસ્તકોમાં ભાવ વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો હોવાનું પાઠય પુસ્તક બોર્ડના ચેરમેન મનુભાઈ પાવરાએ જણાવ્યું છે. તેમણે કહ્યું જૂના ભાવથી જ બોર્ડના પુસ્તકો વાલીઓને મળશે.
જો કે તેમણે વધુમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે હાલની સ્થિતિના કારણે પુસ્તકો વહેલી તકે વિદ્યાર્થીઓને મળી રહે તેવી બોર્ડ તરફથી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તેની તડામાર કામગીરી ચાલી રહી છે. તેમ છતાં થોડો વિલંબ થવાની શક્યતા છે. પરંતુ વાલીઓને ઓનલાઇન દરેક પુસ્તકો તો જોવા મળશે.
પાઠ્યપુસ્તકો અને નોટબુક્સ બનાવવા માટે વપરાતા મુખ્ય રો- મટિરિયલ એટલે કે કાચા કાગળના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ઉછાળો આવ્યો છે. આ સિવાય બહારથી મંગાવવામાં આવતા કાચા માલ અને ઈંધણના મોંઘા દરને કારણે લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ખાસ્સો વધી ગયો છે. જેની સીધી અસર પાઠ્યપુસ્તકોના ભાવ પર પણ પડે તેમ હતી. જો કે આ વખતે સરકારે આ ભાવ વધારો ન કરવાનો નિર્ણય લીધો છે. આ તમામ પરિબળો સંયુક્ત રીતે ભેગા મળવાને કારણે ખાનગી પ્રકાશનો દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ વિષયોની ગાઈડ અને રેફરન્સ બુક્સના ભાવમાં સીધો 20% થી 25% ટકાનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જે વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.બીજી તરફ સરકારી અને ખાનગી શાળાઓમાં ચાલતા ગઈઊછઝ તેમજ અન્ય બોર્ડના સત્તાવાર પાઠ્યપુસ્તકોની કિંમતોમાં પણ આ વર્ષે અંદાજે 10% જેટલો ભાવવધારો અમલી કરી દેવામાં આવ્યો છે. માત્ર વાંચવાના પુસ્તકો જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ માટે રોજેરોજ જરૂૂરી એવી નોટબુક્સ, ફૂલસ્કેપ બુક્સ અને અન્ય સ્ટેશનરીની નાની-મોટી વસ્તુઓમાં પણ 15% થી 20% ટકાનો તોતિંગ ભાવવધારો જોવા મળી રહ્યો છે
