રાજકોટ અને જામનગરના વકિલો હાઈકોર્ટની માંગ સાથે આજે કોર્ટ કાર્યવાહીથી રહેશે અળગા

વર્ષો જૂની માંગ પુરી કરવા ધારાશાસ્ત્રીઓ કલેક્ટરને પાઠવશે આવેદન પત્ર

રાજકોટ માં સૌરાષ્ટ્ર કચ્છ ને હાઇકોર્ટ બેંચ મળે તે અંગે સમયાંતરે લડતો કરવામાં આવેલ છે પરંતુ આ બાબતે કોઈ નક્કર પરિણામ આજ દિવસ સુધી મળેલ નથી. આથી તા.29 ના રાજકોટ અને જામનગર ના વકીલો કોર્ટ કાર્યવાહી થી દૂર રહેશે અને જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવશે.
આ અંગે રાજકોટ બાર એસોસિયેશન તથા સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ બારો તારીખ 29 ના રોજ અરજન્ટ કામગીરી સિવાય ના કાર્ય થી અલિપ્ત રહેવા અંગે નક્કી કરેલ છે .તેમ જ તે દિવસે કલેકટર ને આવેદનપત્ર પાઠવશે. રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ મળે તે અંગે સૌરાષ્ટ્ર કચ્છના વકીલો ની સાથે જામનગર બાર પણ આ લડાઈ માં સાથે રહેશે.
તમામ વકીલ મિત્રો સવારે 11 વાગે કોર્ટ કમ્પાઉન્ડમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે. તેમાં રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ મળે તે અંગે ના સૂત્ર ચારો વિગેરે કાર્ય પતાવી ત્યાર બાદ તમામ વકીલ મિત્રો એકી સાથે બાઈક રેલી સ્વરૂપે આ અંગે કલેક્ટર ને આવેદનપત્ર આપવા માટે જવાના છે.
આ કાર્ય પ્રજાના હિત માટે નું કાર્ય હોય અગાઉ રાજકોટમાં હાઇકોર્ટ હતી 1960 થી હાઇકોર્ટ બંધ થયેલ છે. જે બંધ થયેલ સુવિધા ફરી પાછી મળે તે અંગે જનહિત નું હાલનું આંદોલન છે.
આંદોલન તબક્કા વાર અલગ અલગ કાર્યક્રમો આપી અને હાઇકોર્ટ અંગેની લડાઈ સૌરાષ્ટ્ર કચ્છના વકીલો તથા મંડળો સાથે મળી અને આ માગણીને બુલંદ બનાવશે .અને તે અંગે જરૂરી કાર્યક્રમો રાજકોટ મુકામે સર્વાનુમતે નકી કરવામાં આવશે. તેમ ભરત સુવા ( પ્રમુખ ) અને મનોજ ઝવેરી (સેક્રેટરી ) જામનગર વકીલ મંડળ ની યાદી માં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ