ગોંડલ રહેતા ખેડૂત મામાનું ભાણેજ સહીત બે શખ્સોએ 49.50 લાખનું બુચ મારી દીધું

શાપર વેરાવળ પોલીસ મથકમાં છેતરપિંડી અંગે નોંધાતો ગુનો
ચેક બાઉન્સના નામે પૈસા પડાવ્યા બાદ 12 લાખના ઘઉં પણ વેચી નાખ્યા

ગોંડલના ચરખડી ગામે રહેતા જીવરાજભાઈ બચુભાઇ ગજેરા ઉ.59એ મેટોડાના ચેતન અશોકભાઈ પાંચાણી અને રાજકોટના ઈર્શાદ હમીરભાઇ દળ સામે 49.50 લાખની છેતરપિંડી અંગે શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના કાંગશીયાળી ગામમાં જમીન ખરીદી હતી 2023માં મારે રૂપિયાની જરૂરીયાત હોય જેથી ઉપરોક્ત પ્લોટનુ વેચાણ કરવાનુ હતુ. તે વખતે મારા ભાણેજ ચેતન અશોકભાઈ પાંચાણીએ મને કહેલ કે, હું જમીન મકાન/પ્લોટ લે-વેચનો ધંધો કરૂ છું અને તમારા પ્લોટનો હું ઉંચા ભાવે સોદો કરાવી આપીશ અને તેના બદલામાં અમુક ટકા કમીશન મને આપજો તેમ વાત કરેલ અને વિસેક દિવસ પછી ચેતને મને ફોન કરી કહેલ કે, તમારા પ્લોટનો ઉંચા ભાવે સોદો કરાવી આપેલ છે તમે કાંગશીયાળી આવી, સામેવાળી પાર્ટી સાથે તમારી મુલાકાત કરાવી દઉં તેમ કહેતા હું કાંગશીયાળી આવેલ, ત્યારે ત્યાં મારો ભાણેજ ચેતન તથા ઇર્ષાદભાઈ બંને હાજર હતા અને બંનેએ મારા પ્લોટનો 80 લાખમાં સોદો કરી લીધેલ હતો. અને આ પૈસા કેવી રીતે આપવા તેનું પણ બંનેએ આયોજન કરી ઇર્ષાદભાઇએ મારા રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકના ખાતામાં 7.60 લાખ નાખ્યા હતા. અને તે પૈસા મારા ભાણેજ ચેતનના કહેવાથી મે સિકંદરભાઇ પલેજાના ખાતા બેંક ખાતામાં નાખ્યા હતા ત્યાર બાદ પરસ્પર સમજુતી કરાર કરેલ જેમાં આ ઇર્ષાદભાઈએ પ્લોટની કીંમત 11.60 લાખ લખેલ હતી બાદ 2024માં મારા ભાણેજ ચેતને મને દસ્તાવેજ માટે મામલતદાર કચેરી લોધીકા ખાતે બોલાવી કહેલ કે, આ તમારો પ્લોટ ઇર્ષાદભાઈ દલએ ખરીદ કરેલ છે. અને આ પ્લોટના 80 લાખ મારા પાસે આવી જશે તમે પ્લોટનો દસ્તાવેજ કરી દો, તેમ કહેતા મે મારા ભાણેજના વિશ્વાસમાં આવી જઈ દસતાવેજ કરી આપ્યો હતો પરંતુ ઇર્ષાદભાઈ દલ સાથે નક્કી થયેલ પ્લોટ ના સોદા મુજબના પૈસા મને આપેલ નહી અને તે વખતે મારા ભાણેજે મને બે ચેક આપેલ જે ચેક બેન્કમાં વટાવતા ચેક બાઉન્સ થયેલ જેથી મે મારા ભાણેજ ચેતનને વાત કરતા તેણે કહેલ કે, તમે મને ચેક પાછા આપો, હું રૂપિયા અપાવી દઇશ તેમ કહી, મારી પાસેથી ચેક પાછો લઇ લીધેલ અને ત્યાર બાદ નેગોશીયબલ દાખલ કરવા માટે તમારે જમીનની કિંમતના અડધા રૂપિયા સરકારમાં જમા કરાવવા પડશે મારા જાણીતા વિમલભાઇ શાહ તથા સાવલીયાભાઇ છે જે ચેક બાઉન્સ થયેલ હોય તેના રૂપિયા પાછા અપાવવાનુ કામ કરે છે. આપણે તેને અમુક ટકા કમીશનપેટે દેવા પડશે તેમ વાત કરેલ હતી, તેમ કહેતા ભાણેજના વિશ્વાસમાં આવી જઇ મે મારા સગા સબંધીઓ પાસેથી 37 લાખ ઉછીના લઈ તથા મારી પત્નીના સોનાના દાગીના મારા ભાણેજ ચેતનને આપ્યા હતા બાદ આજથી આશરે ત્રણેક મહિના પહેલા ઘંઉનુ વેચાણ કરવાનુ હોય જેથી ચેતન મારી પાસે આવેલ અને મને કહેલ કે, રાજકોટમાં તમારા ઘંઉના ઉંચા ભાવ અપાવી સારા ભાવે વેચાણ કરાવી આપશુ તેમ કહી ચેતને મારા 2088 મણ ઘંઉ ચેતને દલાલ હસ્તક અલગ અલગ ભાવે વેચાણ કરી દીધેલ હતા અને આ ઘંઉના પૈસા 12.50 લાખ મારે ચેતન પાસેથી લેવાના હોય તે મને આપેલ નથી આમ મારી સાથે બંનેએ છેતરપિંડી આચરી હોય અંતે ફરિયાદ નોંધાવી હતી.

રિલેટેડ ન્યૂઝ