ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે સીરીઝ રમવા તૈયાર આજથી ભારત-શ્રીલંકા વચ્ચે રમાશે પ્રેક્ટિસ મેચ

મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટીમમાં સામેલ ત્રણ નવા સભ્યોનું કર્યું સ્વાગત

ટીમ ઈન્ડિયા ૧૫ ઓગસ્ટથી શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ સીરીઝ રમવા માટે તૈયાર છે અને આવતીકાલે ૭ ઓગસ્ટથી પ્રેક્ટિસ મેચો શરૂ થશે. જોકે, ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે અને જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દૃીધી છે. જ્યારે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટીમમાં ત્રણ નવા સભ્યોનું સ્વાગત કર્યું છે – બે ખેલાડીઓ અને એક સપોર્ટ સ્ટાફ સભ્ય. તેમના સમાવેશ પર ગંભીરે ચેતવણી આપતા કહૃાું કે ટીમે આગળ અનેક પડકારોનો સામનો કરવો પડશે અને તે પડકારોમાં પાર નીકળવું પડશે.
નોંધનીય છે કે, વોિંશગ્ટન સુંદૃરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવેલા સ્પિનર સારાંશ જૈન અને જસપ્રીત બુમરાહની જગ્યાએ આકિબ નબી ડાર સિવાય ફિલ્ડીંગ કોચ સુભાદૃીપ ધોષનું સ્વાગત પણ ગૌતમ ગંભીરે કર્યું છે. ગંભીરે બન્ને ટીમને મહેનત કરવા માટે શુભેચ્છા પાઠવી છે. જેના કારણે અહીં સુધી પહોંચ્યા છે. પરંતુ સાથે જ તેમણે યાદૃ અપાવ્યું કે આતો બસ શરૂઆત છે. વધુમાં ફિલ્ડિંગ કોચ અંગે તેમણે કહૃાું કે, તેમણે ઘણી ટીમો સાથે મહેનત કરી છે અને હવે અમે ટારગેટને હાંસલ કરવાનો છે.
બીસીસીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા એક વિડીયોમાં ગૌતમ ગંભીરે ટીમને સંબોધતા કહૃાું, “સૌનું સ્વાગત છે. અમારી સાથે કેટલાક નવા ચહેરાઓ છે. સારાંશ અભિનંદૃન. તમે અહીં પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. ખાતરી કરો કે જ્યારે પણ તમને તક મળે, ત્યારે તમે તમારા પરિવાર અને દૃેશને ગૌરવ અપાવશો.”
ગંભીરે પછી આકિબ નબીની પ્રશંસા કરતા કહૃાું, “બીજું, હું આકિબને અભિનંદૃન આપવા માંગુ છું. તમારી પાસે શાનદૃાર સિઝન રહી અને તમે જમ્મુ અને કાશ્મીરને રણજી ટ્રોફી જીતવામાં મદૃદૃ કરી, જે એક મોટી સિદ્ધિ છે. ફરી એકવાર અભિનંદૃન.” મુખ્ય કોચે નવા સપોર્ટ સ્ટાફ સભ્યનું પણ સ્વાગત કર્યું; શુભદૃીપ ઘોષને નવા ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમણે ટી. દિૃલીપ પાસેથી પદૃ સંભાળ્યું છે.
ફિલ્ડિંગ કોચ વિશે વાત કરતા, ગંભીરે કહૃાું, “હું જોયનું પણ સ્વાગત કરવા માંગુ છું. તેમણે વર્ષોથી ઘણી ટીમો સાથે કામ કર્યું છે. મને વિશ્ર્વાસ છે કે તેમનો જુસ્સો અને પ્રતિબદ્ધતા આ ટીમને આગળ ધપાવશે અને તેમની એનર્જી લેવલ દૃરેકને તે ટારગેટ હાંસલ કરવામાં મદૃદૃ કરશે જે આપણે હાંસલ કરવા માગીએ છીએ.
અંતે, ગંભીરે બધાને આગળના પડકારોની યાદૃ અપાવતા કહૃાું, “અંતે, મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી સામે શું છે. આપણે જાણીએ છીએ કે આપણે કોના માટે રમી રહૃાા છીએ. આપણે સખત મહેનત કરી શકીએ છીએ, આપણી મર્યાદૃાઓને આગળ ધપાવી શકીએ છીએ અને બધા યોગ્ય ક્ષેત્રો પાર કરી શકીએ છીએ. ૧૫મી તારીખની સવારે આવો – ભલે આપણે પહેલા બેિંટગ કરી રહૃાા હોઈએ કે બોિંલગ કરી રહૃાા હોઈએ. ચાલો આપણે આપણા માર્ગમાં આવનારા દૃરેક પડકારનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર રહીએ.”

રિલેટેડ ન્યૂઝ