ગુજરાત સ્ટેટ ફૂટબાલ એસોશિએશન દ્વારા આયોજીત જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજીત જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ 2026 નું આયોજન વડનગર એસએજી સ્પોર્ટ્સ સંકુલ ખાતે તારીખ 07.08.થી 11.08. દરિમયાન કરવામાં આવેલ છે.
આ ટુર્નામેન્ટ માં રાજકોટ જીલ્લા સહિતની 10 જીલ્લાની ટીમો ભાગ લઈ રહેલ છે દરેક ટીમ ને 3 ગ્રૂપમાં વહેચવામાં આવેલ છે. ગ્રુપ એ માં રાજકોટ, બનાસકાંઠા, પાટણ અને વલસાડની ટીમો છે ગ્રૂપ બી માં અમદાવાદ, સુરત અને ભરુચ ની ટીમો છે અને ગ્રુપ સી માં કચ્છ. બરોડા અને ભાવનગરની ટીમો છે.
રાજકોટની ટીમ તારીખ 6-8 ના રોજ રવાના થશે અને 7-8 ના રોજ પ્રથમ મેચ બનાસકાંઠા સામે બીજો મેચ તારીખ 08.08 ના પાટણ જિલ્લાની ટીમ સામે અને આખરી મેચ તારીખ 09-08 અને વલસાડની ટીમ સામે રમશે.
રાજકોટ જિલ્લાની ટીમમાં પ્રતિભા ઘોષ, ન્યારા કોરાટ, જીનલ ભંભાણીયા. મૈત્રી અસલાવિયા, આન્યા તલસાનીયા, તન્વી મોરી, વૈદહી ત્રિવેદી પ્યાની કછડિયા, આરાયના જોલીયા, ખુશી તન્ના. પ્યાની કથી રિયાતનિષ્ઠા શિંગાળા, વીરા ખગ્રામ, નીતિ જીવાણી, રીવા વાડેરા, ધ્રુવી રાઠોડ, શિવાંગી શુક્લા સાનિષ્યા સિદ્ધપરા, રાજવીબા જાડેજા અને આશિ હીરાણી ટીમની સાથે મેનેજરી દયા અમલાણી અને કોચિ નરાલી ઘેરઇયાને નિયુક્ત કરવામાં આવેલ છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણવતભાઈ ડેલાવાળા બી કે જાડેજા સેક્રેટરી રોહિત બુંદેલા અને ઉસ્માનભાઈ બેલીમ સહિતના એસોસિએશનના સભ્યોએ દ્વારા ટીમ સુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ