પેટ્રોલ બોમ્બ-શસ્ત્રો સાથે ૯ શંકાસ્પદોની ધરપકડ

જંતરમંતર પર વિદ્યાર્થી આંદૃોલન પર હુમલો થવાનો હતો: ષડયંત્રનો પર્દૃાફાશ

પાકિસ્તાનની આઇએસઆઇ સાથે કન્ોકશન ધરાવતા હતા: રેલવે ટ્રેક પર કેમેરા ગોઠવી ફૂટેજ પાકિસ્તાન મોકલતા હતા:આંદૃોલનના સ્થળે ગયા હતા પણ પ્લાન નિષ્ફળ ગયો હતો:પંજાબ પોલીસ

પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, આઇએસઆઇના ઈશારે હુમલા કરવાના કાવતરાનો પર્દૃાફાશ કરવાનો દૃાવો કર્યો છે. અમૃતસર પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં બે અલગ અલગ ગેંગ સાથે જોડાયેલા ચાર સગીરો સહિત કુલ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓ પાસેથી બોટલ બોમ્બ, પિસ્તોલ, કારતૂસ અને અન્ય શંકાસ્પદૃ વસ્તુઓ મળી આવી છે. તપાસમાં દિૃલ્હીના જંતર-મંતર સાથે આ નેટવર્કના જોડાણો પણ બહાર આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક ગેંગનો એક આરોપી, તેના સાથીઓ સાથે, જંતર-મંતર પહોંચ્યો હતો, જ્યાં તેમણે વિરોધ પ્રદૃર્શન દૃરમિયાન કથિત હુમલો કરવાની યોજના બનાવી હતી. જોકે, સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે, આરોપીઓ કથિત રીતે પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા.
અમૃતસર પોલીસ કમિશનર ગુરપ્રીત સિહ ભુલ્લરના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓને પાકિસ્તાન સ્થિત એક કથિત ત્લ્ત્? હેન્ડલર તરફથી સૂચનાઓ મળી રહી હતી. પોલીસનો દૃાવો છે કે જંતર-મંતર પહોંચ્યા પછી, તેમને સ્થાનિક સમર્થન અને સામગ્રી પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેઓ ઉત્તર પ્રદૃેશના એક વ્યક્તિના સંપર્કમાં પણ આવ્યા હતા, જે કથિત રીતે શષો અને વિસ્ફોટકો પૂરા પાડવાનો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે, ત્યાં કોઈ ઘટના બની ન હતી, અને આરોપી પંજાબ પાછો ફર્યો હતો.
તપાસ એજન્સીઓ હવે સમગ્ર નેટવર્કને એકઠા કરી રહી છે. વિદૃેશી ભંડોળ, સ્થાનિક સમર્થન, શષોનો પુરવઠો અને અન્ય સંભવિત સાથીઓની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે.
પોલીસ કમિશનર ગુરપ્રીત સિહ ભુલ્લરના જણાવ્યા અનુસાર, એક આરોપીએ પૂછપરછ દૃરમિયાન કબૂલાત કરી છે કે તે તેના આઠ સાથીઓ સાથે દિૃલ્હીના જંતર-મંતર ગયો હતો. પોલીસનો દૃાવો છે કે ઝ્રત્નઁ દ્વારા ચાલી રહેલા વિરોધ દૃરમિયાન તેમને હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આરોપીઓને સ્થાનિક સમર્થન અને સામગ્રી પૂરી પાડવા માટે કથિત હેન્ડલર્સ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ ઉત્તર પ્રદૃેશના એક વ્યક્તિ સાથે પણ મળ્યા હતા, જેના દ્વારા તેઓએ શષો અને વિસ્ફોટકો મેળવવાની યોજના બનાવી હતી.

પંજાબમાં હથિયારો ઘુસાડવાની પાક.ની ખેપ ફેલ: બીએસએફે ડ્રોન તોડી પાડયા

ગતરાત્રે અહીં પાકિસ્તાન તરફથી ભારતીય વિસ્તારમાં ત્રણ ડ્રોન છોડવામાં આવતા બીએસએફ તેને તોડી પાડયા હતા અને પુરા વિસ્તારમાં ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં મોટી માત્રામાં હથિયાર જપ્ત થયા હતા. પોલીસે ઘટનાસ્થળે એક સ્મગલરને પકડી લીધો હતો.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ખાલરા સેકટરમાં તૈનાત બીએસએફની 142મી બટાલિયનના જવાનોએ રાત્રે બીઓપી મંગલી પોસ્ટ પર ડ્રોનની મુવમેન્ટ બીએસએફના જવાનોએ જોયું કે પાકિસ્તાન તરફથી સતત ત્રણ ડ્રોન એક જ તરફથી આવી રહ્યા છે, જેને લઈને બીએસએફના જવાનોએ ડ્રોન પર ફાયરીંગ કરી, ત્યારબાદ ડ્રોન ગાયબ થઈ ગયું. ઘટનાસ્થળે પોલીસે એક સ્મગલરને પકડયો હતો, જેની ઓળખ મનજીતસિંહ તરીકે થઈ છે જે વાત ગામનો છે.
પોલીસે જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન 7 વિદેશી પિસ્ટલ ઉપરાંત એક ગ્રાફર સિકયોરિટી ગન, 89 કારતૂસ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ત્રણ ડ્રોનથી તસ્કરી કરી લાવવામાં હથિયારની ખેપની જપ્તી બીએસએફની મોટી સફળતા છે.

રિલેટેડ ન્યૂઝ