૧ લાખના બોન્ડ પર હાઈકોર્ટે કર્યા આસારામના ૨૦ દિૃવસના પેરોલ મંજૂર

સુનાવણી દૃરમિયાન રાજ્ય સરકારે પેરોલનો વિરોધ કર્યો હતા

જોધપુર જેલમાં સગીર સાથે દૃુષ્કર્મના કેસમાં આજીવન કેદૃની સજા ભોગવી રહેલા ૮૭ વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટે ૨૦ દિૃવસની પેરોલ મંજૂર કરી છે. લગભગ ૧૩ વર્ષ બાદૃ પ્રથમ વખત તેમને પેરોલ મળી છે. રાજસ્થાન હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્મા અને ન્યાયાધીશ સંજીત પુરોહિતની ખંડપીઠે આ આદૃેશ આપ્યો હતો.
આસારામની તરફથી વકીલ કાલૂરામ ભાટી અને યશપાલ િંસહ રાજપુરોહિતે દૃલીલો રજૂ કરી હતી. સુનાવણી દૃરમિયાન રાજ્ય સરકારે પેરોલનો વિરોધ કર્યો હતો. સરકારે જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પેરોલ અરજી નામંજૂર કરવાની ભલામણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે પેરોલ મળ્યા બાદૃ આસારામ ફરાર થઈ શકે છે. ઉપરાંત, તેમની સામે રાજસ્થાન બહાર પણ ગુનાહિત કેસો નોંધાયેલા હોવાનો અને ગુજરાતની એક અદૃાલત દ્વારા પણ તેમને દૃોષિત ઠેરવવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સરકારે તેમની સારવાર ચાલી રહી હોવાની વાત પણ રજૂ કરી હતી અને મેડિકલ અધિકારીએ પેરોલ માટે ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું ન હોવાનું જણાવ્યું હતું. સાથે જ ફરિયાદૃી પરિવારની સુરક્ષાને લઈને પણ િંચતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે તમામ દૃલીલો પર વિચાર કર્યા બાદૃ જણાવ્યું કે આસારામને લગભગ ૧૩ વર્ષ, એક મહિનો અને ૨૪ દિૃવસથી જેલમાં છે. આ દૃરમિયાન તેમને અગાઉ પણ વચગાળાની રાહત મળી હતી, પરંતુ તેનો કોઈ દૃુરુપયોગ થયો હોવાનો પુરાવો સામે આવ્યો નથી.
માત્ર આશંકાના આધારે પેરોલ નકારી શકાય નહીં તેમ કોર્ટે નોંધ્યું. કોર્ટે આસારામને ૫૦ હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને ૨૫-૨૫ હજાર રૂપિયાના બે જામીનદૃારની શરતે ૨૦ દિૃવસની પેરોલ મંજૂર કરી છે. પેરોલનો સમય પૂર્ણ થયા બાદૃ તેમને નિયમ મુજબ ફરી જેલમાં હાજર થવાનું રહેશે.

રિલેટેડ ન્યૂઝ