ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને ભરોસાપાત્ર બેટ્સમેન
ભારતીય ક્રિકેટ ટીમ માટે હંમેશા સંકટમોચકની ભૂમિકા ભજવનારા અને સૌથી વિશ્ર્વસનીય બેટ્સમેનોમાં ગણાતા અિંજક્ય રહાણેએ ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દૃીધી છે. રહાણેએ ગુરુવાર, ૩૦ જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવનાત્મક પોસ્ટ શેર કરીને પોતાની શાનદૃાર આંતરરાષ્ટ્રીય કારકિર્દૃી પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
ઇન્સ્ટાગ્રામ પર પોતાની લાગણીઓ વ્યક્ત કરતા રહાણેએ લખ્યું: “કેપ નંબર ૨૭૮, બસ અહીં સુધી જ… વર્ષોથી તમારા અવિરત પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો દૃયપૂર્વક આભાર. હું હંમેશા આપ સૌનો આભારી રહીશ.” “જીવનનું સત્ય એ છે કે દૃરેક વસ્તુની એક શરૂઆત હોય છે અને એક અંત પણ હોય છે. જ્યારે યોગ્ય સમય આવે, ત્યારે આપણે ફક્ત તેનું સન્માન કરવું જોઈએ અને આગળ વધવું જોઈએ.
મેં મારી આખી કારકિર્દૃીમાં અને બેિંટગમાં સમય પર ખૂબ આધાર રાખ્યો છે અને તેનું મહત્વ સમજ્યું છે. આજે મને લાગે છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને તમામ ફોર્મેટમાંથી વિદૃાય લેવાનો આ જ યોગ્ય સમય છે.” આ સંદૃેશ સાથે જ તેમણે પોતાના તમામ ચાહકો, સાથી ખેલાડીઓ, કોચિસ અને ભારતીય ક્રિકેટ બોર્ડનો તેમની સફરમાં સાથ આપવા બદૃલ આભાર વ્યક્ત કર્યો હતો. અિંજક્ય રહાણેની કેપ્ટનશીપ અને બેિંટગનો સૌથી યાદૃગાર પ્રકરણ વર્ષ ૨૦૨૦-૨૧ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દૃરમિયાન લખાયો હતો. એડિલેડ ટેસ્ટમાં ભારતની શરમજનક હાર બાદૃ અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં રહાણેએ ટીમની કમાન સંભાળી હતી. મેલબોર્ન ટેસ્ટમાં રહાણેએ કેપ્ટન પદૃની જવાબદૃારી સાથે શાનદૃાર સદૃી ફટકારીને ભારતને શ્રેણીમાં કમબેક કરાવ્યું. ગાબાનો ઐતિહાસિક વિજય બન્યો યાદૃગાર. ત્યારપછી તેમની બુધ્ધિપૂર્વકની કેપ્ટનશીપ હેઠળ ભારતની યુવા ટીમે ગાબા (બ્રિસ્બેન) ખાતે ઓસ્ટ્રેલિયાનો અજેય કિલ્લો ધ્વસ્ત કરીને શ્રેણી ૨-૧થી પોતાના નામે કરી હતી. ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ વિજયને સૌથી ઉત અને યાદૃગાર સિદ્ધિ ગણવામાં આવે છે, જેમાં રહાણેનું શાંત અને મજબૂત નેતૃત્વ હંમેશા પ્રશંસનીય રહેશે.
ભારતીય ટીમ માટે પ્લેયર તરીકેનો અધ્યાય પૂર્ણ કર્યા પછી રહાણેએ તેમની નિવૃત્તિ પછીની યોજનાઓ વિશે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહૃાું કે ક્રિકેટ સાથેનો તેમનો સંબંધ ક્યારેય પૂરો નહીં થાય. રહાણેએ જણાવ્યું કે, “ભારતીય ક્રિકેટર તરીકેનો મારો પ્રકરણ કદૃાચ અહીં સમાપ્ત થઈ રહૃાો છે, પરંતુ રમત સાથેની મારી સફર તો ચાલુ જ રહેશે.” યુવા પેઢીને મદૃદૃ: તેમણે ઉમેર્યું કે તેઓ હવે આગામી પેઢીના યુવા ખેલાડીઓને મદૃદૃ કરવા, પોતાની કારકિર્દૃીમાંથી શીખેલા મૂલ્યો શેર કરવા અને જે રમતે તેમને બધું જ આપ્યું છે તેને કંઈક પાછું આપવા માટે ઉત્સાહિત છે.
