એન્જિન ખરાબ થવા અને માઈલેજ ઘટવાના આરોપો વચ્ચે દિલ્હીમાં 31 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી મોટા પ્રદર્શન થશે
ભારતમાં ફરજિયાત E20 પેટ્રોલ નીતિની વિરુદ્ધ વિરોધ હવે એક મોટા જનઆંદોલનનું સ્વરૂપ લેતો જઈ રહ્યો છે. આગામી ચાર દિવસ એટલે કે 31 જુલાઈથી 4 ઓગસ્ટની અંદર દિલ્હીમાં ત્રણ મોટા વિરોધ પ્રદર્શન થવાનાં છે, જેમાં સામાજિક કાર્યકર્તા, રાજકીય દળ અને ટ્રાન્સપોર્ટ યુનિયન સામેલ છે. સરકારની આ નીતિ વિરુદ્ધ વાહન માલિકોની મુખ્ય ફરિયાદ એ છે કે તેનાથી જૂની ગાડીઓનું માઈલેજ ઘટી રહ્યું છે અને એન્જિનમાં ખામી આવી રહી છે.
31 જુલાઈ : તહસીન પુનાવાલાનું ‘ગાડી માર્ચ, ગાંધી
માર્ચ’ :-
રાજકીય વિશ્ર્લેેષક તહસીન પુનાવાલા અને નાગરિક જૂથ ‘ટીમ ભારત’એ 31 જુલાઈએ દિલ્હીમાં એક વિશાળ શાંતિપૂર્ણ રેલીનું એલાન કર્યું છે. આ ’ગાડી માર્ચ’ ઈન્ડિયા ગેટથી શરૂ થઈને સંસદ માર્ગ સુધી જશે અને આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તથા હરદીપ સિંહ પુરીના નિવાસો અને કાર્યાલયોની પાસેથી પસાર થશે.
’ટીમ ભારત’ની માંગ છે કે ઊઘ (ઇથેનોલ-મુક્ત) પેટ્રોલની કિંમત ઓછી કરવામાં આવે, ઊ20 પેટ્રોલ પર ઉપભોક્તાઓને 20 ટકાની છૂટ આપવામાં આવે, અને એ જૂની ગાડીઓ માટે ઉકેલ કાઢવામાં આવે જે E20 સાથે અનુકૂળ નથી. સાથે જ, તેઓ આ નીતિમાં હિતોના ટકરાવના આરોપો પર જવાબ પણ માંગી રહ્યાં છે.
1 ઓગસ્ટ: અરવિંદ કેજરીવાલનું ‘નેશનલ ટાઉનહોલ’ :-
આમ આદમી પાર્ટી અઅઙના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઊ20 પેટ્રોલ વિરુદ્ધ 1 ઓગસ્ટે નવી દિલ્હીનાં કોન્સ્ટિટ્યુશન ક્લબમાં એક ‘નેશનલ ટાઉનહોલ’ આયોજિત કરવાની ઘોષણા કરી છે. આ મંચ પર નિષ્ણાતો, સામાન્ય જનતા અને એ વાહન માલિકો ભેગા થશે જેમને E20 ઈંધણના કારણે નુકસાન ઉઠાવવું પડ્યું છે. તેનો હેતુ કેન્દ્ર સરકાર પર ઊ20 પેટ્રોલને પાછું લેવા અથવા તેને વૈકલ્પિક બનાવવા માટે દબાણ કરવાનો છે.
કેજરીવાલે જણાવ્યું કે ઊ20 પેટ્રોલને વૈકલ્પિક બનાવવાની તેમની ઓનલાઈન અરજી પર અત્યાર સુધી લગભગ 2 લાખ લોકો સહી કરી ચૂક્યા છે. આ બેઠક બાદ તેઓ આ અરજી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસે જશે. તેમણે એમ પણ કહ્યું કે 2023 પહેલાં બનેલી ગાડીઓમાં ઊ20ના ઉપયોગથી નાણાકીય બોજ વધ્યો છે અને એન્જિન ઝડપથી ખરાબ થઈ રહ્યાં છે.
4 ઓગસ્ટ: દિલ્હી ટ્રાન્સપોર્ટ સેક્ટરની સંસદ માર્ચ :-
દિલ્હીનાં પરિવહન ક્ષેત્રે પણ આ મુદ્દે મોરચો ખોલી દીધો છે. દિલ્હી ટેક્સી એન્ડ ટુરિસ્ટ ટ્રાન્સપોર્ટર્સ એન્ડ ટુર ઓપરેટર્સ એસોસિએશન સહિત અનેક અન્ય યુનિયનોએ 4 ઓગસ્ટે સંસદ સુધી વિરોધ માર્ચ કાઢવાનું આહ્વાન કર્યું છે.
એસોસિએશનના અધ્યક્ષ સંજય સમ્રાટના જણાવ્યાં મુજબ, દેશભરમાંથી વાહન માલિકોની ફરિયાદો આવી રહી છે કે ઊ20 પેટ્રોલથી ફ્યૂલ એફિશિયન્સી ઘટી ગઈ છે અને મેન્ટેનન્સનો ખર્ચ વધી ગયો છે. 2015 પહેલાં બનેલી ઘણી ગાડીઓ 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ માટે ડિઝાઇન જ કરવામાં આવી નથી.ટ્રાન્સપોર્ટર્સની માંગ છે કે ઊ20 નીતિની એક સ્વતંત્ર વૈજ્ઞાનિક સમીક્ષા કરવામાં આવે, જેમાં વાહન માલિકો અને ટેકનિકલ નિષ્ણાતોને સામેલ કરવામાં આવે.
તેમણે સ્પષ્ટ કર્યું કે આ સંપૂર્ણપણે બિન-રાજકીય પ્રદર્શન છે અને તેમની એકમાત્ર માંગ એ છે કે ઉપભોક્તાઓને પેટ્રોલ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે.
સમગ્ર દેશમાં 90,000 થી વધુ પેટ્રોલ પંપો પર હવે ફક્ત ઊ20 પેટ્રોલ જ ઉપલબ્ધ છે, જેના કારણે જનતાની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. સોશિયલ મીડિયા પર ‘ઊ20 જનતા પાર્ટી’ જેવા અભિયાન પણ જોર પકડી રહ્યાં છે, જે સરકારની ઇથેનોલ બ્લેન્ડિંગ નીતિ અને ઓટોમોબાઈલ સેક્ટર પર તેની અસર પર સવાલ ઉઠાવી રહ્યાં છે.
