હવે સોલાર પેનલની જગ્યા લેશે ‘સોલાર ટાઈલ્સ’; ઘરની છત જ ઉત્પન્ન કરશે વીજળી

હવે ઘરોની છત પર મોટા સોલાર પેનલ લગાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે, કારણ કે છત પોતે જ સોલાર પેનલનું કામ કરીને વીજળી ઉત્પન્ન કરશે. ચીનની કંપનીઓએ એવી ખાસ ’સોલાર ટાઈલ્સ’ બનાવી છે, જે ઘરની છત પર સામાન્ય ટાઈલ્સની જેમ જ લગાવી શકાય છે અને સાથે વીજળી પણ બનાવે છે. આ દિશામાં ચીનની કંપનીઓની સાથે નેધરલેન્ડ્સની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઝગઘ એ પણ ફ્લેક્સિબલ સોલાર ફોઇલ વિકસાવીને મોટી સફળતા મેળવી છે.
ચીનની હેનર્જી અને લોન્ગી જેવી જાણીતી કંપનીઓએ સોલાર પેનલને ટાઈલ્સનો આકાર આપ્યો છે. આ સોલાર ટાઈલ્સ સામાન્ય પેનલની સરખામણીએ ખૂબ જ હલકી, સુંદર અને ફ્લેક્સિબલ હોય છે, જેથી તેને વળાંકવાળી કે ઘુમાવદાર છત પર પણ સરળતાથી ફિટ કરી શકાય છે. આ ટાઈલ્સમાં ’પેરોવસ્કાઈટ’ સોલાર સેલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઓછાં સૂર્યપ્રકાશમાં પણ સસ્તું અને વધુ પ્રમાણમાં પાવર ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
ડચ સંસ્થાન ઝગઘ એ આ ટેકનોલોજીને એવી રીતે વિકસાવી છે કે આ સોલાર ફોઇલને છાપાં (ન્યૂઝપેપર)ની જેમ ખૂબ જ ઝડપથી અને ઓછા ખર્ચે ’રોલ-ટુ-રોલ’ પ્રિન્ટિંગ ટેકનોલોજીથી મોટા પાયે બનાવી શકાય છે. આ ટાઈલ્સમાંથી ઉત્પન્ન થતી સોલાર ઊર્જાને સીધી જ ઘરનાં ઇલેક્ટ્રિકલ ગ્રીડ અથવા ઇન્વર્ટર સાથે જોડી દેવામાં આવે છે. આના કારણે અલગથી સોલાર પેનલના મેન્ટેનન્સ કે સફાઈની ચિંતા રહેતી નથી અને બહારની વીજળી પરની નિર્ભરતા ઘટે છે.

રિલેટેડ ન્યૂઝ