જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન વિરુદ્ધ અભદ્ર ભાષા વાપરવા બદલ FIR નોંધાઈ હતી
જંતર-મંતર પર પેપર લીકના વિરોધમાં ચાલી રહેલાં પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ નોઇડાની એક સગીરા સામે ઋઈંછ નોંધવામાં આવી છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેને અને તેના પરિવારને સતત જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકીઓ મળી રહી છે. પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, આ સગીરા અને તેની માતાએ થોડા જ દિવસોમાં ત્રણ વખત ઘર બદલવાની ફરજ પડી છે અને હાલ તેઓ અજ્ઞાત સ્થળે રહેવા મજબૂર બન્યાં છે.સગીરાના વકીલે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અફવાઓનું ખંડન કરતાં સ્પષ્ટ કર્યું છે કે, તે કોઈ 25 વર્ષની બ્યૂટી સલૂન વર્કર નથી, પરંતુ ધોરણ 10માં ભણતી 15 વર્ષની માસૂમ છોકરી છે. વાયરલ થઈ રહેલું ‘રૂચિકા’ નામ પણ તેનું સાચું નામ નથી. તેની માતા એકલી જ ટ્યુશન ભણાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઋઈંછમાં સરનામું લીક થઈ જવાથી અસામાજિક તત્ત્વો અને અજાણ્યા લોકો તેમનાં ઘરે પહોંચીને સીધી ધમકીઓ આપી રહ્યાં હતા, જેનાં કારણે તેમણે નોઇડા છોડીને ભાગવું પડ્યું હતું. આ મામલે સગીરા અને તેની માતા બંનેએ જાહેરમાં માફી માગી લીધી છે. સગીરાએ ખુલાસો કર્યો હતો કે તે મિત્રો સાથે બજાર ગઈ હતી, જ્યાં પ્રદર્શન જોઈને કેટલાક લોકોએ તેને વીડિયોમાં બોલવા માટે ઉશ્કેરી હતી. તેણે સ્વીકાર્યું કે તેનાથી ભૂલ થઈ ગઈ છે અને તે માફી માગવા તૈયાર છે. બીજી તરફ, નોઇડા પોલીસે આ કેસમાં ‘ઝીરો ઋઈંછ’ નોંધીને વધુ તપાસ માટે દિલ્હી પોલીસને કેસ સોંપી દીધો છે.
