ICC ટેસ્ટ રેન્કિંગ: બાબર આઝમે લગાવ્યો ઉછાળો, છતાં ટોપ 10થી દૂર; ટ્રેવિસ હેડ પ્રથમ સ્થાને યથાવત

આઇસીસી (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10 ક્રમાંકમાં બહુ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. જોકે, પાકિસ્તાનના સુકાની બાબર આઝમે 4 સ્થાનની છલાંગ લગાવીને પોતાનો ક્રમાંક સુધાર્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં અડધી સદી ફટકારવાના કારણે તેને રેટિંગ પોઇન્ટ્સમાં ફાયદો મળ્યો છે. આમ છતાં, તે ટોપ 10માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે.

ટ્રેવિસ હેડ શીર્ષ સ્થાને, હેરી બ્રૂક પાછળ

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડ 853 રેટિંગ સાથે પ્રથમ ક્રમે યથાવત છે. ઇંગ્લેન્ડનો હેરી બ્રૂક 852 રેટિંગ સાથે તેનાથી માત્ર એક પોઇન્ટ પાછળ બીજા ક્રમે હોવાથી બંને વચ્ચે નંબર વન માટે કડી ટક્કર જોવા મળી રહી છે. ઇંગ્લેન્ડનો ટેસ્ટ સુકાની જો રૂટ 840 રેટિંગ સાથે ત્રીજા ક્રમે સ્થિર છે.

ટોપ 10માં માત્ર બે ભારતીય ખેલાડીઓ

ભારતીય બેટ્સમેનોમાં શુભમન ગિલ 743 રેટિંગ સાથે સાતમા ક્રમે શ્રેષ્ઠ ભારતીય ખેલાડી તરીકે આગળ છે. જ્યારે ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ 733 રેટિંગ મેળવીને નવમા ક્રમે પહોંચ્યો છે. ભારતીય ટીમ દ્વારા તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટ ઓછું રમવાના કારણે ખેલાડીઓના રેન્કિંગમાં ખાસ મોટો ઉછાળો જોવા મળ્યો નથી.

બાબર આઝમ 15મા સ્થાને પહોંચ્યો

પાકિસ્તાની સુકાની બાબર આઝમ 686 રેટિંગ સાથે હાલ 15મા ક્રમે પહોંચ્યો છે. તેણે વિન્ડીઝ સામેની ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 23 અને બીજી ઇનિંગ્સમાં અણનમ 58 રનનું યોગદાન આપ્યું હતું. આગામી સપ્તાહે યોજાનારી નવી રેન્કિંગમાં તે વધુ સુધારો નોંધાવે તેવી શક્યતા છે.

આગામી ટેસ્ટ શ્રેણીઓથી રેન્કિંગ બદલાશે

ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે પણ 13 ઓગસ્ટથી ટેસ્ટ જંગ શરૂ થશે. આગામી દિવસોમાં રમાનારી આ ટેસ્ટ મેચોના પરિણામોના આધારે આઇસીસી રેન્કિંગ કોષ્ટકમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે

રિલેટેડ ન્યૂઝ