હવે મોંઘવારી ભથ્થું વધીને ૬૩% થઈ શકે ૮મા પગારપંચ અગાઉ DA માં ૩%નો વધારો નક્કી!

કેન્દ્ર સરકારના ૧ કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે જુલાઈ ૨૦૨૬થી મોંઘવારી ભથ્થામાં ૩% વધારાની સંભાવના

કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે જુલાઈ ૨૦૨૬થી મોંઘવારી ભથ્થા (ડ્ઢછ)માં વધારો થવાની શક્યતા સ્પષ્ટ થઈ ગઈ છે. લેબર બ્યુરો દ્વારા જૂન ૨૦૨૬ માટેના મોંઘવારીના નવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેના આધારે નવી ગણતરી પૂરી થઈ ગઈ છે. આ તાજા આંકડા મુજબ, કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩%નો વધારો મળી શકે છે, જેથી તેમનું કુલ ડ્ઢછ ૬૦%થી વધીને ૬૩% થઈ જશે.જુલાઈ ૨૦૨૬નો આ ડ્ઢછ વધારો ૭મા પગાર પંચ હેઠળ છેલ્લો મોટો વધારો હોઈ શકે છે. સરકારે ૮મા પગાર પંચની રચના કરી દૃીધી છે, પરંતુ તેની ભલામણો લાગુ થવામાં હજુ સમય લાગશે. જ્યાં સુધી નવું પે સ્ટ્રક્ચર અમલમાં ન આવે, ત્યાં સુધી તમામ ડ્ઢછ રિવિઝન હાલના ૭મા પગાર પંચના નિયમો મુજબ જ કરવામાં આવશે.
શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના લેબર બ્યુરોએ જૂન ૨૦૨૬ માટે મોંઘવારીનો નવો આંકડો (ઝ્રઁૈં-ૈંઉ) જાહેર કર્યો છે, જે વધીને ૧૫૧.૯ થયો છે. આ પહેલાં મે ૨૦૨૬માં આ આંકડો ૧૫૦.૮ હતો. જૂન મહિનાનો આ આંકડો આવતાં જ હવે જુલાઈથી મોંઘવારી ભથ્થામાં (ડ્ઢછ) કેટલો વધારો થશે તેની ગણતરી સ્પષ્ટ થઈ ગઈ છે. આમ તો ગણતરી મુજબ ડ્ઢછ ૬૩.૭૫% બને છે, પરંતુ સરકારી નિયમ પ્રમાણે પોઇન્ટ પછીના આંકડા ગણવામાં આવતા નથી, જેથી કર્મચારીઓને ૬૩% લેખે જ ચૂકવણી કરવામાં આવશે.
મોંઘવારી ભથ્થામાં આ વધારો ૧ જુલાઈ, ૨૦૨૬થી અમલી ગણાશે. જોકે, સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા બાદૃ જ કરવામાં આવશે. સામાન્ય રીતે જુલાઈ મહિનાના ડ્ઢછની જાહેરાત સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં કરવામાં આવતી હોય છે, જેથી કર્મચારીઓને પાછલા મહિનાઓનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ