ગ્રાન્ટનો 100 ટકા પારદર્શક ઉપયોગ અમારી પ્રાથમિકતા : ધારાસભ્ય ટીલાળા

ધારાસભ્યના પ્રયાસોથી 3 વર્ષમાં રાજકોટ દક્ષિણમાં વિકાસકાર્યોને મળી નવી ગતિ

રાજકોટ-દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં પ્રજાની જરૂૂરિયાતોને કેન્દ્રમાં રાખી વિકાસલક્ષી કાર્યોને સતત પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (ખકઅ ૠફિક્ષિ)ં અંતર્ગત મળતી સરકારી ગ્રાન્ટનો આયોજનબદ્ધ અને પારદર્શક ઉપયોગ કરીને વિસ્તારના વિવિધ વિકાસકાર્યોને આગળ વધારવામાં આવ્યા છે. વર્ષ 2023-24 દરમિયાન રાજ્ય સરકાર તરફથી મળેલી રૂૂ. 1.50 કરોડની ગ્રાન્ટમાંથી કુલ 56 વિકાસલક્ષી કામો માટે રૂૂ. 1,38,18,962ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. માર્ગ, જાહેર સુવિધાઓ તથા સ્થાનિક જરૂૂરિયાતોને અનુરૂૂપ વિવિધ કામો માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2025-26 દરમિયાન ધારાસભ્ય ગ્રાન્ટમાં વધારો થતાં રૂૂ. 2.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 49 વિકાસલક્ષી કામો માટે રૂૂ. 84,63,866ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જયારે કેટલાક કામો તકનિકી મંજૂરીની પ્રક્રિયામાં છે. આગામી સમયમાં બાકીની ગ્રાન્ટમાંથી વિસ્તારની જરૂૂરિયાતોને અનુરૂૂપ વધુ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, રાજકોટ-દક્ષિણના દરેક વિસ્તાર સુધી વિકાસનો લાભ પહોંચે, લોકોની રોજિદી જરૂૂરિયાતોને અનુરૂૂપ સુવિધાઓ ઉપલબ્ધ બને અને સરકારની ગ્રાન્ટનો એક-એક રૂૂપિયો જનહિતમાં ઉપયોગ થાય તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે.

રિલેટેડ ન્યૂઝ