ડાક-ડમરૂના નિનાદથી ગૂંજી ઉઠ્યું સોમનાથ પરિસર
’સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે મહાશિવરાત્રીના પર્વે સાંસ્કૃતિક કાર્યક્રમોના બીજા દિવસે જિગરદાન ગઢવી સહિતના વિવિધ કલાકારોની સૂરમયી પ્રસ્તુતિઓથી સોમનાથ શિવમય બન્યું હતું.
જિગરદાન ગઢવીએ ’વાગે ડમરૂ નાચે સદાશિવ….’, ’શંભુ શરણે પડી…’, ’કાચી રે માટીનું કોડિયું….’, ’ઘમ્મર ઘમ્મર મારૂ વલોણું ગાજે…’,’મા મોગલ તારો આશરો….’,’કર્મનો સંગાથી રાણા મારો….’ સહિત હરિભજનની જમાવટ કરી હતી.
ઋજુ જાદવે ’મેલડી આવે રૂમઝૂમતી…’, ’રમતી આવે માડી રમતી આવે….’, ’હંબો હંબો વિંછૂડો…’, ’ઓખો તો દુનિયાથી નોખો કહેવાય…’, ’રસિયો રૂપાળો રંગરેલિયો….’, ’તારી લાલ પાઘડિયે મન મોહ્યું….’ વગેરે પ્રસ્તુતિઓ રજૂ કરી હતી.
યશ બારોટે ’શંભુ શરણે પડી….’, ’કૈલાશ કે નિવાસી નમો બાર બાર…..’, ’ભોળાને ભજો દિન ને રાત….’, ’નગર મે જોગી આયા…’ સહિત શિવભજનોના માધ્યમથી શ્રદ્ધાળુઓને આદ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરાવ્યો હતો.
ઋષભ આહિરે આદ્યાત્મિક અને પૌરાણિક ઈતિહાસ રજૂ કરવાની સાથે જ શિવાજીના હાલરડા સહિત ’નથી હવે તું નટવર નાનો…’ જેવા દ્વારકાધિશ અને શિવભક્તિના ભજનોના સૂર રેલાવ્યાં હતાં.
આમ, દ્વિ-દિવસીય મહોત્સવમાં તમામ કલાકારોએ ત્રિલોકના નાથ એવા શિવશંભુની વિવિધ રાગ અને આલાપ થકી શિવમય આરાધના કરી હતી.
