વેરાવળમાં માછીમારોની સમસ્યા બાબતે સીટી પોલીસ ખાતે યોજાઇ બેઠક

વાહનોમાં તાલપત્રીનો ઉપયોગ કરવા સર્વાનુમતે નિર્ણય

વેરાવળ બંદર અને સોમનાથ રોડ પર માછલી ના પાણી અને જૈવિક કચરા ને કારણે રસ્તાઓ અત્યંત ચીકણા બનતા અકસ્માત વધી રહ્યા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે માછીમારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 500 થી વધુ માછીમારો ઉપસ્થિત રહ્યા હતા અને માછલીના પરિવહન દરમિયાન છકડો રીક્ષા અને અન્ય વાહનોમાં તાલપત્રી અને પ્લાસ્ટિક કવર નો ફરજિયાત ઉપયોગ કરવાનું સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.
આ બેઠક માં વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ગઢવી અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ના ઇન્ચાર્જ પીઆઇ ડી.એમ. કાગડા સહીતના હાજર રહ્યા હતા. અધિકારીએ જિલ્લા કલેક્ટર ના જાહેરનામા ની વિસ્તૃત સમજ આપી હતી અને રસ્તા પર માછલીના પાણી ઢોળાવાથી થતા અકસ્માતો ના જોખમ અંગે ચેતવણી આપી હતી. આ ચર્ચા દરમિયાન સર્વાનુમતે નિર્ણય લેવાયો કે માછલીના પરિવહન દરમિયાન છકડો રીક્ષા અને અન્ય વાહનોમાં તાલપત્રી અને પ્લાસ્ટિક કવર નો ફરજિયાત ઉપયોગ કરવો. આ પગલાંથી રસ્તા પર પાણી ઢોળાયું અટકશે અને ીકાશનું પ્રમાણ ઘટશે, તેના પરિણામે અકસ્માતમાં ઘટાડો થશે. બીજી તરફ, માછીમાર સમુદાયે રજૂઆત કરી હતી કે વેરાવળ-સોમનાથ રોડ પર ચાલી રહેલા ફ્લાય ઓવરનું કામ ધીમું છે. આ કારણે બંદર ના રસ્તાનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ થતો હોવાથી ટ્રાફિક વધ્યો છે અને સમસ્યા વધુ ગંભીર બની છે. માછીમારોએ ફ્લાય ઓવરનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી જેથી લાંબા ગાળાનો ઉકેલ મળી શકે.

રિલેટેડ ન્યૂઝ