યુદ્ધગ્રસ્ત સુડાનમાં શનિવારે વધુ એક ડ્રોન હુમલાએ સંયુક્ત રાષ્ટ્રની એક સુવિધાને નિશાન બનાવ્યું, જેમાં છ શાંતિરક્ષકોનાં મોત થયા. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના જણાવ્યા અનુસાર આ હુમલો મધ્ય ક્ષેત્ર કોર્ડોફાનના કદૃુગલી શહેરમાં આવેલા શાંતિ મિશનના લોજિસ્ટિક્સ બેઝ પર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અન્ય ૮ લોકો ઘાયલ થયાના અહેવાલ મળ્યા છે. હુમલામાં માર્યા ગયેલા તમામ પીડિત બાંગ્લાદૃેશી નાગરિકો હતા, જે અબ્યેઈ માટેના સંયુક્ત રાષ્ટ્રના આંતરિમ સુરક્ષા દૃળ (યુનિસ્ફા)માં સેવા આપી રહૃાા હતા.ગુટેરેસે કહૃાું કે સંયુક્ત રાષ્ટ્રના શાંતિરક્ષકોને નિશાન બનાવનારા હુમલા આંતરરાષ્ટ્રીય કાયદૃા હેઠળ યુદ્ધ અપરાધ ગણાઈ શકે છે. તેમણે આ અનુચિત હુમલા માટે જવાબદૃાર લોકોને ગુનેગાર ઠેરવવાની માંગ કરી. સુડાની સેનાએ આ હુમલાનો આરોપ રેપિડ સપોર્ટ ફોર્સેસ પર મૂક્યો છે. આરએસએફ સુદૃાનનો એક કુખ્યાત અર્ધસૈનિક જૂથ છે, જે છેલ્લા બે વર્ષથી વધુ સમયથી દૃેશના નિયંત્રણ માટે સેનાની સામે યુદ્ધ કરી રહૃાો છે. આરએસએફ તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આવી નહોતી.
રિલેટેડ ન્યૂઝ
-
આતંકવાદ અને પાણીની વહેંચણી સાથે ક્યારેય ન ચાલી શકે: જયશંકર
વિદૃેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, આતંકવાદૃ ફેલાવતા ખરાબ... -
યુએસ નાગરિક સાથે લગ્ન માત્રથી ગ્રીનકાર્ડ મેળવવુ સરળ નહીં
નવા નિયમો મુજબ અધિકારી લગ્નજીવનની ઉંડી તપાસ કરશે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લગ્ન આધારિત તમામ ગ્રીનકાર્ડ અરજી... -
કાયદૃાનો ભંગ કરશો તો આકરી સજા થશે: યુએસ દૃૂતાવાસની ચેતવણી;H-1B વિઝા ફી વધારા સામેની અપીલને US ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફગાવી
ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકામાં ગેરકાયદૃે ઇમિગ્રેશનનો અંત લાવવા તથા દૃેશની સીમા અને નાગરિકોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ...
