ચાલી રહેલી વર્ષની સૌથી વ્યસ્ત ટ્રાવેલ સિઝનમાં પણ અમેરિકામાં ભારતીયો ઘરમાં કેદૃ, પ્રવાસ ટાળી રહૃાા છે

અમેરિકામાં પ્રેસિડન્ટ ટ્રમ્પના ઇમિગ્રેશન વિરોધી શ્રેણીબદ્ધ પગલાંને કારણે ભારતીય મૂળના લોકો સહિતના તમામ ઇમિગ્રન્ટ્સ માટે ભય અને અનિશ્ર્ચિતતાનું વાતાવરણ ઊભું થયું છે. નવા વિઝા નિયમોને કારણે ભારતીયો પોતાના ઘરોમાં કેદૃ બન્યાં છે અને બહાર મુસાફરી કરવાનું ટાળી રહૃાાં છે. માત્ર ગેરકાયદૃે રહેતા જ નહીં, પરંતુ કાયદૃેસર રહેતા લોકો પણ હવે લો-પ્રોફાઇલ રહેવા લાગ્યાં છે.ન્યૂયોર્ક ટાઇમ્સ સાથેની ભાગીદૃારીમાં કૈસર ફેમિલી ફાઉન્ડેશનએ હાથ ધરેલા ૨૦૨૫ના ઇમિગ્રન્ટ્સના સરવેમાં જાણવા મળ્યું છે કે યુએસ ઇમિગ્રેશન અધિકારીઓથી ડરીને ૨૭ ટકા અથવા તો દૃસમાંથી ત્રણ ઇમિગ્રન્ટ્સ ઇરાદૃાપૂર્વક દૃેશની અંદૃર અથવા દૃેશની બહાર મુસાફરી કરવાનું ટાળ્યું હતું. વેલિડ એચ-૧બી વિઝા અને ગ્રીનકાર્ડ ધરાવતા કાયદૃેસરના ઇમિગ્રન્ટ્સ પણ મુસાફરી કરવાનું ટાળી રહૃાાં છે. વેલિડ એચ-વનબી વિઝા ધરાવતા ૩૨ ટકા અને અમેરિકાના નાગરિક બની ચુકેલી ૧૫ ટકા ઇમિગ્રન્ટ્સ કહૃાું હતું કે તેમણે મુસાફરી કરવાનું બંધ કર્યું છે. અમેરિકામાં ગેરકાયદૃે રહેતા લોકોમાં આવો ડર વધુ વ્યાપક જોવા મળી રહૃાો છે. સરવેમાં બહાર આવ્યું છે કે ત્રીજા ભાગના અથવા તો ૬૩ ટકા ગેરકાયદૃે ઇમિગ્રન્ટ્સે ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાનું ટાળ્યું હતું. સરવે મુજબ અમેરિકાના તમામ ઇમિગ્રન્ટ્સ લાંબા અંતરની મુસાફરી ટાળી ટાળીને લો-પ્રોફાઇલ રહેવાનું પસંદૃ કરી રહૃાાં છે. તેનું મુખ્ય કારણ એ છે કે ટ્રાન્સપોર્ટ સેટી એડમિનિસ્ટ્રેશનએ હવે પેસેન્જર ડેટા ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ ના સત્તાવાળાઓને આપવાનું ચાલુ કર્યું છે.આ ડેટાને આધારે ઇમિગ્રેશન સત્તાવાળા કાર્યવાહી કરે તેવો ડર છે. બ્રિટનના વર્તમાનપત્ર ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, ૈંઝ્રઈના ડરને કારણે કાયદૃેસર નાગરિક બની ચુકેલા ઇમિગ્રન્ટ્સ પણ મુસાફરી કરતી વખતે તેમના પાસપોર્ટ સાથે રાખી રહૃાાં છે. પ્રેસિડન્ટ ટ્રમ્પના ઇમિગ્રન્ટ્સ વિરોધી શ્રેણીબદ્ધ પગલાંને કારણે ભય અને અનિશ્ર્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે જેની ઇમિગ્રન્ટ્સના રોિંજદૃા નિર્ણયો પર અસર થઈ રહી છે. વધુ પડતી ચકાસણી, ફેડરલ એજન્સીઓ વચ્ચે વિસ્તૃત ડેટા શેિંરગ અને વારંવાર નીતિગત ફેરફારોને કારણે કાયદૃેસરના ઇમિગ્રન્ટ્સ માટે પણ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરી જોખમી બની ગઈ છે. અમેરિકામાં હાલમાં વાર્ષિક હોલિડે સીઝન ચાલે ત્યારે આ સરવેમાં આ ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ