ખનીજોથી સમૃદ્ધ ગ્રીનલેન્ડ પર ટ્રમ્પની નજર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે એક દેશની સમગ્ર વસ્તીને જ ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવાના અહેવાલોથી આંતરરાષ્ટીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ દેશ છે ગ્રીનલેન્ડ. છેલ્લા કેટલાક દિવસોથી, પ્રમુખ ટ્રમ્પે વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે સુરક્ષાની દ્રષ્ટિએ ગ્રીનલેન્ડ અમેરિકા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને અમેરિકાને ગમે તે ભોગે આ દેશની જરૂર છે. હવે, આ જરૂરિયાતને પૂરી કરવા માટે, અમેરિકાએ ગ્રીનલેન્ડના 57,000 નાગરિકોની “કિંમત નક્કી કરી દીધી હોવાનું જણાય છે.
સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે અમેરિકન અધિકારીઓએ ગ્રીનલેન્ડના લોકોને એકસાથે મોટી રકમ આપવા પર ચર્ચા કરી છે.
