અમેરિકા-ચીન પર સંપૂર્ણ આધાર નહીં: AI ક્ષેત્રમાં સ્વતંત્ર મોડેલ તરફ ભારત-ફ્રાંસનો સંકલ્પ

નવી દિલ્હી : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોંએ બુધવારે ભારત અને ફ્રાન્સ વચ્ચે વધુ મજબૂત બનતા તકનીકી સંબંધો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે બંને દેશોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) નવીનતા પ્રત્યે એકસમાન જુસ્સો અને ઉત્સાહ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત અને ફ્રાન્સ હવે અમેરિકી તેમજ ચીની અઈં મોડલ પર સંપૂર્ણપણે આધારિત રહેવા માંગતા નથી અને પોતાની સાર્વભૌમ ક્ષમતા વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે.
નવી દિલ્હીમાં અઈં ઇમ્પેક્ટ સમિટ અને અઈંઈંખજમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન મેક્રોંએ જણાવ્યું, “મને લાગે છે કે ભારત અને ફ્રાન્સમાં એક જ જુસ્સો છે – અને યુરોપમાં પણ… અમે અમેરિકા કે ચીનના મોડલ પર સંપૂર્ણપણે આધારિત રહેવા માંગતા નથી. અમને વ્યાપક અને સંતુલિત મોડલની જરૂર છે. અમે સમાધાનનો ભાગ બનવા માંગીએ છીએ અને અમારા ખેલાડીઓએ પણ સમાધાનનો ભાગ બનવું જોઈએ.”
મેક્રોંએ કહ્યું કે વૈશ્વિક અઈં પરિસ્થિતિમાં માત્ર દર્શક બની રહેવાને બદલે બંને દેશો સમાધાનનો ભાગ બનવા માંગે છે. અઈં ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે તેમણે ત્રણ મુખ્ય સ્તંભોમાં રોકાણની જરૂરિયાત દર્શાવી:
કમ્પ્યુટિંગ ક્ષમતા : પર્યાપ્ત ડેટા સેન્ટર અને હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ.
પ્રતિભા : પોતાના દેશોમાં નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોને તાલીમ આપવી.
પૂંજી : નવીનતાને ઝડપ આપવા માટે જરૂરી નાણાકીય રોકાણ.
રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું કે હાલમાં અમેરિકા અને ચીન આ સ્પર્ધામાં આગળ છે, પરંતુ ભારત અને ફ્રાન્સ મજબૂતીથી આ સ્પર્ધામાં સામેલ છે.
મુલાકાત દરમિયાન ll India Institute of Medical Sciences ખાતે ઇન્ડો-ફ્રેન્ચ સેન્ટર ફોર અઈં ઇન હેલ્થની શરૂઆત કરવામાં આવી. આ કેન્દ્ર આરોગ્ય ક્ષેત્રમાં અઈં આધારિત સંશોધન અને ક્લિનિકલ નવીનતા માટે કાર્ય કરશે.
આ પહેલમાં Sorbonne University Paris Brain Institute સહભાગી છે, જ્યારે ઈંઈંઝ ઉયહવશ શૈક્ષણિક સહયોગ આપી રહ્યું છે.
કેન્દ્રનો હેતુ આરોગ્ય સેવાઓમાં અઈં ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ, સંશોધન અને વૈજ્ઞાનિક સહકાર વધારવાનો છે. બંને દેશોના નિષ્ણાતો મળીને આરોગ્યક્ષેત્રે નવી દિશા આપશે.
મેક્રોનએ યુવાનોને સંદેશ આપ્યો કે અઈં વિકાસ માનવકેન્દ્રિત હોવો જોઈએ. બાળકોની સુરક્ષા, ભાષાઇ અને સાંસ્કૃતિક વિવિધતાનો સન્માન અને પૂર્વગ્રહમુક્ત અલ્ગોરિધમ વિકાસ જરૂરી છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોંએ ભાર મૂક્યો કે ભારત અને ફ્રાન્સે અઈં ક્ષેત્રે આત્મનિર્ભર ક્ષમતા અને પ્રતિભા વિકસાવવી જોઈએ, જેથી તેનો વિકાસ માનવતાના હિતમાં થાય અને થોડીક વૈશ્વિક શક્તિઓ પર અતિશય આધારિતતા ન રહે. જવાબદાર શાસન પર ભાર આપતાં તેમણે કહ્યું, “બાળકોના મજબૂત રક્ષણ, એલ્ગોરિધમમાં પારદર્શિતા દ્વારા પૂર્વગ્રહ દૂર કરવા અને ભાષાકીય તેમજ સાંસ્કૃતિક વિવિધતા જાળવવા માટે મજબૂત પ્રતિબદ્ધતા સાથે, અઈંએ માનવતાની સેવા કરવી જોઈએ. આ એવા ક્ષેત્રો છે જ્યાં ભારત અને ફ્રાન્સ એકસમાન દૃષ્ટિકોણ ધરાવે છે.”

રિલેટેડ ન્યૂઝ