મોંઘવારી હેરાન કરશે:ભારતને યુદ્ધની ગંભીર થપાટ લાગવાનું જોખમ

અમેરિકા-ઈઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલા બાદ પશ્ર્ચિમ એશિયામાં સ્થિતિ સતત બગડી રહી છે. ક્રુડ ઓઈલની કિંમતોમાં ભારે ઉછાળો અને મુખ્ય વ્યાપારિક રસ્તાઓ બંધ થવાથી પેટ્રોલ-ડીઝલની કિંમતો અને મોંઘવારી વધવાની આશંકા ઉત્પન્ન થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ઈરાન દ્વારા હોર્મુજ જલડમરુમધ્ય માર્ગ બંધ કરવાથી પરિસ્થિતિ ઝડપથી બદલાશે.
આ રસ્તે ભારતનો માલ ખાડી દેશોમાં પહોંચે છે. આંકડા અનુસાર એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ભારતે અહીં લગભગ 50 અબજ ડોલરનો સામાન (બિન ઓઈલ આધારિત) મોકલ્યો હતો, જે દેશની કુલ નિકાસનો 13 ટકા છે, આ માર્ગની આસપાસ તનાવ વધવાથી ભારતનો બિન ઓઈલ આધારિત નિકાસનો મોટો ભાગ ખતરામાં આવી શકે છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે હાલ નિકાસ પુરી રીતે ઠપ્પ તો નહીં થાય પણ જોખમ ઘણું વધી ગયું છે. જો યુદ્ધ લાંબુ ખેંચાયું તો ખર્ચ વધશે અને પુરવઠામાં વિલંબ થશે.
મોંઘવારી વધવાના એંધાણ: ભારત પોતાની જરૂરિયાતના લગભગ 85 ટકા ક્રુડ ઓઈલ આયાત કરે છે, જેનો મોટો ભાગ લગભગ 50-60 ટકા મધ્ય-પુર્વથી આવે છે. ક્રુડ ઓઈલ મોંઘુ થાય તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલ અને ગેસની કિંમતમાં વધારો થાય. આનું પરિણામ એ આવે કે પરિવહન અને ઉત્પાદનો ખર્ચ વધી જાય જેથી મોંઘવારી પણ વધે જેની આમજનના ખિસ્સા પર અસર પડે.
ક્રુડ ઓઈલના ભાવ જઈ શકે છે 100 ડોલરને પાર: માનવામાં આવે છે કે જો યુદ્ધ ચાલુ રહે છે તો આવનારા દિવસોમાં ક્રુડ ઓઈલની કિંમતો 110 થી 120 ડોલર દર બેરલે પહોંચી શકે છે. હોર્મુજ સ્ટ્રેટથી વૈશ્ર્વિક ઓઈલ અને એલએનજીની કિંમત લગભગ 30 ટકા પુરવઠો પુરો પાડવામાં આવે છે. આ માર્ગમાં કોઈપણ પ્રકારની બાધા વૈશ્ર્વિક ઉર્જા બજાર અને ઓઈલ ગેસની કિંમતો પર મોટી અસર પાડી શકે છે. રવિવારે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રુડ ઓઈલની કિંમત લગભગ 72.87 ડોલર દર બેરલે અને વેસ્ટ ટેકસાસ ઈન્ટરમીડીએટ ક્રુડ ઓઈલની કિંમત 67.02 ડોલર દર બેરલની આસપાસ હતી. પરંતુ માનવામાં આવે છે કે યુદ્ધ લાંબુ ચાલ્યુ અને હોર્મુજ જલડમરુમધ્ય માર્ગ બંધ રહ્યો તો કિંમતો 120 ડોલર સુધી પહોંચી શકે છે. હોર્મુજ દુનિયાનો સૌથી જરૂરી ઓઈલ નિકાસ માર્ગ છે, જે સાઉદી અરબ, ઈરાન અને સંયુક્ત અરબ અમીરાત જેવા સૌથી મોટા ગલ્ફ ઓઈલ ઉત્પાદનને ઓમાનની ખાડી અને અરબ સાગર સાથે જોડે છે.
દેશ પાસે પુરતો ઓઈલ ભંડાર: અધિકારીઓનું કહેવું છે કે હોર્મુજ માર્ગ ઓછા સમય માટે બંધ રહે તો ભારતને વધુ અસર નહીં પડે, કારણ કે ક્રુડ ઓઈલનો ભંડાર ઓછામાં ઓછા 10 દિવસની જરૂરિયાતોને પુરી પાડવા માટે પર્યાપ્ત છે.
રશિયા પાસેથી ફરી ખરીદી: જો હોર્મુજ માર્ગ લાંબા સમય સુધી બંધ રહે છે તો રશિયાથી ક્રુડ ઓઈલની ખરીદી ફરીથી વધારી શકાય છે. આ ઉપરાંત ભારત અન્ય દેશો પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી શકે છે.
આ ક્ષેત્રોને થઈ શકે છે અસર: સૌથી વધુ અસર એન્જીનીયરીંગ સામાન, જેમ્સ જવેલરી, ખોરાકના ઉત્પાદનો, કેપીટલ નિર્માણ ક્ષેત્રના સામાનની નિકાસ પર જોવા મળી શકે છે.વૈકલ્પિક રસ્તાઓ પર નજર: મામલા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે સરકાર પરીસ્થિતિ પર નજર રાખી રહી છે કે યુદ્ધનું ક્ષેત્ર કેટલું વધી શકે છે.

જો યુધ્ધ ખેંચાયુ અને વિસ્તયુર્ં તો સોના-ચાંદીના ભાવો ફરી સળગશે
નવીદિલ્હી: પશ્ર્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજનૈતિક તનાવ અને યુધ્ધના માહોલથી વૈશ્ર્વિક બજારોમાં મોટી ઉથલ-પાથલ થઈ રહી છે. આજે બજાર ખુલતા જ સોના ચાંદીના ભાવો ઉછળ્યા છે અને જો તનાવ વદ્યો અને વિસ્તર્યો તો સોના ચાંદીના ભાવ નવા રેકોર્ડ સર્જી શકે છે. જાણકારોનું કહેવું છે કે સોનુ જલદી 5400 ડોલરથી 5500 ડોલરના સ્તરે પહોંચી શકે છે રાજધાની દિલ્હીમાં ગઈકાલે 24 કેરેટના સોનાનો ભાવ 1.62 લાખના સ્તરે પહોંચી ગયો હતો. જયારે ચાંદીની કિંમતમાં રૂપિયાની તેજી જોવા મળી હતી. જે 2.85 લાખ રૂપિયાના પ્રતિ કિલોએ પહોંચી હતી. જાણકારોનું કહેવું છે કે સોનુ 1.85 લાખના સ્તરે પહોંચી શકે છે. ચાંદી ફરી 3 લાખનો આંકડો ચૂમી શકે છે.

રિલેટેડ ન્યૂઝ