મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભીષણ તણાવ પર ભારત સરકારે ઊંડી િંચતા વ્યક્ત કરી છે. કોલકાતામાં આયોજિત મેરિટાઈમ સમિટ “સાગર સંકલ્પ”ને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ િંસહે જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્ર્વિક પરિસ્થિતિ અત્યંત અસામાન્ય છે અને આ સંઘર્ષના પરિણામોની આગાહી કરવી હાલ મુશ્કેલ છે. ચેતવણી આપતા સંરક્ષણ મંત્રી રાજનાથ િંસહે કહૃાું કે, મિડલ ઈસ્ટનો આ તણાવ માત્ર સરહદૃો પૂરતો મર્યાદિૃત નથી, પરંતુ તે વૈશ્ર્વિક ઊર્જા સુરક્ષા માટે જોખમરૂપ છે. આ સંઘર્ષ હોર્મુઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક વિસ્તારોને અસર કરી રહૃાો છે. આ ક્ષેત્રમાં જો કોઈ પણ પ્રકારનો વિક્ષેપ પડશે, તો તેની સીધી અસર વિશ્ર્વભરના ઓઇલ અને ગેસ પુરવઠા પર થશે. સંરક્ષણ મંત્રી રાજનાથ િંસહે બદૃલાતા વૈશ્ર્વિક સમીકરણો પર ભાર મૂકતા જણાવ્યું કે, આજે જૂના વિચારો અને જૂની માન્યતાઓ ઝડપથી બદૃલાઈ રહી છે. એક સમયે સમુદ્રને માત્ર વેપારનું સાધન માનવામાં આવતું હતું, પરંતુ આજે તે વ્યૂહાત્મક પ્રભુત્વ મેળવવાનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. વિશ્ર્વ અત્યારે ભારે અનિશ્ર્ચિતતાના દૃોરમાંથી પસાર થઈ રહૃાું છે, જ્યાં જમીન, આકાશ અને સમુદ્ર એમ ત્રણેય મોરચે દૃેશો એકબીજા પર હુમલા કરી રહૃાાં છે.
“સાગર સંકલ્પ” સમિટ દૃરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ િંસહે નોંધ્યું હતું કે, દૃરેક ભૌગોલિક સ્થાન આજે એક અલગ પડકાર અને વાર્તા રજૂ કરી રહૃાું છે. વૈશ્ર્વિક સ્તરે કંઈક નવું આકાર લઈ રહૃાું છે અને સ્થાપિત વ્યવસ્થાઓ તૂટી રહી છે. આપણે આ અનિશ્ર્ચિતતાઓને ગંભીરતાથી સમજવાની જરૂર છે.
ઉલ્લેખનીય છેકે, મિડલ ઈસ્ટમાં મિસાઈલો અને ડ્રોન હુમલાઓને કારણે સર્જાયેલી આ સ્થિતિ ભારત જેવા દૃેશો માટે આર્થિક અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વની છે, કારણ કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મોટાભાગે આ ક્ષેત્ર પર નિર્ભર છે.
