ભારતમાં ગેસ પુરવઠાની અછત સર્જાઈ
મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે ઈરાને દૃુનિયાના ક્રૂડ ઓઈલના પૂરવઠાની સૌથી મોટી સપ્લાય ચેઈન હોર્મુઝની ખાડીમાં ગેસ અને ઓઈલ ટેક્ધરોના પરીવહન પર પ્રતિબંધ મૂકી દૃેતાં દૃુનિયામાં ઓઈલ કટોકટી સર્જાઈ છે. આવા સમયે ભારતમાં ક્રૂડ ઓઈલ કરતાં ગેસ પુરવઠાની અછત સર્જાઈ શકે છે.
જોકે, હવે ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ ભારતને વધારાનો ગેસ પૂરો પાડવા તૈયારી બતાવી છે. એટલું જ નહીં ભારતે તેના ક્રૂડ ઓઈલ અને ગેસની ખરીદૃીના રુાોત વધાર્યા છે. બીજીબાજુ ભારતે ૧૧ મહિનામાં જ બીજી વખત રાંધણ ગેસના ભાવમાં તોિંતગ વધારો કર્યો છે.
મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલના ઈરાન સામે સંયુક્ત યુદ્ધના પગલે દૃુનિયભારમાં ઊર્જા કટોકટીની આશંકા પ્રવર્તી રહી છે. આવા સમયે ભારતે પણ તેના વૈકલ્પિક ઊર્જા રુાોતો મારફત તેની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવાનું વલણ અપનાવ્યું છે. આ સંજોગોમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અન્ય કેટલાક દૃેશોએ ભારતને વધારાનો ગેસ પુરવઠો ઓફર કર્યો છે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
