હોર્મુઝ સ્ટ્રેટ હંમેશા માટે ખુલ્લો કરાશે:ટ્રમ્પની જાહેરાત

મિડલ ઇસ્ટમાં યુધ્ધ ખતમ થવાની ખૂબ નજીક:અમેરિકી રાષ્ટ્રપતિ

પાકિસ્તાનમાં ફરી શાંતિ મંત્રણા યોજાવાના અહેવાલો વચ્ચે સીઝ ફાયર વધુ બ્ો અઠવાડિયા લંબાવાયો:થોડા સપ્તાહમાં બ્ોઇિંજગ જઇશ ત્યારે જિનિંપગ મન્ો ગળે લગાવશે:ટ્રમ્પ

હોર્મુઝમાં અમેરિકન નાકાબંધી વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને લઈને થોડા નરમ પડતા દૃેખાઈ રહૃાા છે. પાકિસ્તાનમાં ફરી ઈરાન સાથે બેઠક થવાના સમાચારો વચ્ચે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર મોટી જાહેરાત કરી છે. તેમણે કહૃાું કે, હું હોર્મુઝ હંમેશા માટે ખોલી રહૃાો છું. આ ચીન અને દૃુનિયા માટે કરી રહૃાો છું.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “ચીન ખૂબ ખુશ છે કે હું હોર્મુઝ કાયમી ધોરણે ખોલી રહૃાો છું. હું આ તેમના માટે પણ કરી રહૃાો છું – અને વિશ્ર્વ માટે પણ. આ પરિસ્થિતિ ફરી ક્યારેય ઊભી થશે નહીં. તેઓ(ચીન) ઈરાનને હથિયારો ન મોકલવા માટે સંમત થયા છે. પ્રમુખ શી જિનિંપગ જ્યારે હું થોડા અઠવાડિયામાં ત્યાં પહોંચીશ ત્યારે મને ઉમળકાભેર ગળે લગાવશે. અમે ખૂબ જ સમજદૃારીપૂર્વક અને સારી રીતે સાથે મળીને કામ કરી રહૃાા છીએ! શું આ લડાઈ કરવા કરતા વધુ સારું નથી??? પરંતુ યાદૃ રાખજો, જો અમારે લડવું પડે, તો અમે તેમાં પણ ખૂબ કુશળ છીએ – બીજા કોઈ પણ કરતા ઘણા ચડિયાતા!!! રાષ્ટ્રપતિ ડ્ઢત્ન્” આ સિવાય એક રિપોર્ટ સામે આવ્યો છે કે, વોિંશગ્ટન અને તેહરાન વચ્ચે વધુ ૨ અઠવાડિયા સુધી સીઝફાયર લંબાવાયું છે. હોર્મુઝ અને પરમાણુ હથિયારોના મામલે બંને દૃેશો વચ્ચે તકરાર વધી ગઈ હતી, પરંતુ હાલના ઘટનાક્રમથી તણાવ ઓછો થવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. ન્યૂઝ એજન્સી છઁના રિપોર્ટ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર વધારવા મામલે મહત્ત્વની અપડેટ મળી છે. મધ્યસ્થીઓના પ્રયાસમાં પ્રગતિ થઈ છે, કારણ કે આશા છે કે, બંને વિરોધી પક્ષ ટૂંક સમયમાં જ વાતચીત કરી શકે છે.
અમેરિકા-ઈરાને સીઝફાયર વધારવા મામલે સહમતી પણ દૃર્શાવી છે. જો ફરી બંને દૃેશો વચ્ચે વાટાઘાટો થાય છે તો ત્રણ મુદ્દા સામેલ હશે. જેમાં પહેલો પરમાણુ કાર્યક્રમનો છે. બીજો હોર્મુઝથી જોડાયેલો અને ત્રીજો મુદ્દો વળતરને લઈને હશે.
અમેરિકા દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર લાગુ કરવામાં આવેલા નૌસેનિક નાકાબંધીની અસર પહેલા જ દિૃવસે જોવા મળી બ્લોકેડ(નાકાબંધી)ના પહેલા દિૃવસે ઈરાનના કોઈપણ બંદૃર પરથી કોઈ જહાજ બહાર નીકળ્યું નથી. એટલું જ નહીં, લગભગ છ વેપારી જહાજો અમેરિકન ચેતવણી બાદૃ રસ્તામાંથી જ પાછા ફરી ગયા હતા. દૃાવો છે કે છેલ્લા ૨૪ કલાકમાં સ્ટ્રેટમાંથી ૨૦થી વધુ જહાજો પસાર થયા છે. આ દૃરમિયાન અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં કહૃાું કે ‘યુદ્ધ ખતમ થવાની નજીક છે.રસપ્રદૃ વાત એ રહી કે આ દૃરમિયાન એક પણ ગોળી ચાલી નથી અને કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહીની જરૂર પડી નથી. એટલે કે અથડામણ વગર જ અમેરિકાએ પોતાની વ્યૂહનીતિની અસર બતાવી દૃીધી છે. નિષ્ણાતો તેને ‘સાયલન્ટ પ્રેશરની નીતિ ગણાવી રહૃાા છે, જ્યાં તાકાતનો ઉપયોગ કર્યા વિના જ વિરોધીને પીછેહઠ કરવા મજબૂર કરવામાં આવે છે.જો કે બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થતો આંતરરાષ્ટ્રીય ટ્રાફિક સામાન્ય રહૃાો હતો.

રિલેટેડ ન્યૂઝ