અમેરિકા સૈન્ય પાછુ ખેંચે તો ઇરાન હોર્મુઝ ખોલવા તૈયાર

સમજૂતિ કરારનો મુસદ્દો ત્ૌયાર કરી દૃેવાયાનો દૃાવો

ઈરાને દૃાવો કર્યો છે કે પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા અમેરિકા સાથેના સમજૂતી કરારનો મુસદ્દો તૈયાર કરી દૃેવાયો છે. ઈરાનના સરકારી ટેલિવિઝનના અહેવાલ અનુસાર, જો અમેરિકન સૈન્ય ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી પાછું ખેંચાય, તો આ વિસ્તારમાં વ્યાપારી જહાજોની અવરજવર ફરી સામાન્ય થઈ શકે છે.
રોઇટર્સના અહેવાલ પ્રમાણે, આ કરાર હેઠળ જો અમેરિકા ઈરાનની સરહદૃોની નજીકથી પોતાના સૈન્ય દૃળોને હટાવી લે અને નૌકાદૃળની નાકાબંધી હટાવી દૃે, તો આગામી એક મહિનાની અંદૃર હોર્મુઝનો જળમાર્ગનો શિિંપગ ટ્રાફિક યુદ્ધ પહેલાના સ્તરે પહોંચી શકે છે.જો કે, હાલ સૈન્ય જહાજોને આ મુક્તિમાંથી બાકાત રખાયા છે. આ યોજનામાં વેપારી જહાજોના સંચાલનની જવાબદૃારી ઓમાનના સહયોગથી ઈરાન જ સંભાળશે તેવી વ્યાપક રૂપરેખા તૈયાર કરાઈ છે. જો કે, અહેવાલમાં સ્પષ્ટ કરાયું છે કે, અનૌપચારિક માળખાને હજી આખરી ઓપ અપાયો નથી જ્યાં સુધી ઠોસ ખાતરી (ટેન્જિબલ વેરિફિકેશન) ના મળે, ત્યાં સુધી ઈરાન આ દિૃશામાં કોઈ પગલું ભરશે નહીં.

રિલેટેડ ન્યૂઝ