પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક સ્થાનિક બિઝનેસમેન દ્વારા ૧૨૫ વર્ષ જૂના ઐતિહાસિક ગુરુદ્વારાને તોડી પાડવામાં આવ્યાના અહેવાલો પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. શેખુપુરા જિલ્લાના ફરૂખાબાદૃ સ્થિત ઐતિહાસિક ગુરુદ્વારા સાહિબનો ભાગ તોડી પાડવામાં આવતા ભારતીય વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે તેની આકરી િંનદૃા કરી છે. તેમણે પાકિસ્તાન સરકાર પાસે આ મામલે તપાસ અને દૃોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ મુદ્દે વિવાદૃ વકર્યા બાદૃ પંજાબ (પાકિસ્તાન)ના અલ્પસંખ્યક બાબતોના મંત્રી રમેશ િંસહ અરોરાએ બુધવારે ગુરુદ્વારા િંસહ સભાની મુલાકાત લીધી હતી અને તેના તાત્કાલિક ર્જીણોદ્ધારની જાહેરાત કરી. અરોરાએ સ્થાનિક શીખ સમુદૃાયના લોકોની ફરિયાદૃો પણ સાંભળી હતી. તમને જણાવી દૃઈએ કે, ઔકાફ વિભાગ પાકિસ્તાન સરકારનો એક સરકારી વિભાગ છે, જે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતી સંપત્તિ, ટ્રસ્ટો અને પૂજા સ્થાનોની દૃેખરેખ, સંચાલન તેમજ સુરક્ષા કરે છે.
મીડિયા સાથે વાત કરતા મંત્રી રમેશ િંસહ અરોરાએ કહૃાું હતું કે, ઔકાફ વિભાગ દ્વારા આપવામાં આવેલી પ્રારંભિક માહિતી પ્રમાણે એક સ્થાનિક બિઝનેસમેને સંબંધિત વિભાગ પાસેથી ર્દ્ગંઝ્ર લીધા વિના જ ગુરુદ્વારાને તોડી પાડ્યું હતું. તેમણે કહૃાું કે, મુખ્યમંત્રી મરિયમ નવાઝે સ્પષ્ટ કરી દૃીધું છે કે, સરકાર લઘુમતીઓના મૂળભૂત અધિકારોની રક્ષા કરવા અને તમામ પરિસ્થિતિઓમાં તેમના પૂજા સ્થાનોને સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
મંત્રીએ ઔકાફ વિભાગને ગુરુદ્વારા િંસહ સભા જે જમીન પર આવેલું હતું, તેની માલિકી અને વર્તમાન સ્થિતિની તાત્કાલિક તપાસ કરવા નિર્દૃેશ આપ્યો છે. તેમણે એમ પણ કહૃાું કે, પ્રારંભિક માહિતી પ્રમાણે આ મિલકત ઔકાફ વિભાગની જમીન તરીકે નોંધાયેલી ન હોવાના સંકેતો મળ્યા છે.
