ઉતર ભારતમાં પંજાબ સિવાય ચોમાસુ પુરી રીતે સક્રીય હિમાચલ-ઉતરાખંડમાં વાદળો ફાટયા: ભારે વરસાદ

હિમાચલમાં ભૂસ્ખલનથી સિમલા-મનાલી-ધર્મશાળામાં માર્ગો બંધ: ઉતરાખંડમાં હેલીકોપ્ટર સેવા બંધ: દિલ્હીમાં પણ રેડ એલર્ટ

કાશ્મીર ખીણમાં છ સ્થળોએ અચાનક વરસાદથી પુર: અનેક ગામોનો સંપર્ક તુટયો

નવી દિલ્હી: દેશમાં આગળ વધી રહેલા નૈઋત્યના ચોમાસાએ હવે ઉતર ભારત અને છેક કાશ્મીર સુધીના ક્ષેત્રોને ધમરોળી રહ્યું છે. જો કે પંજાબમાં હજુ વરસાદનુ જોર નથી તો મધ્યપ્રદેશ તથા ઉતરપ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે રેડ એલર્ટની સ્થિતિ છે. દિલ્હીમાં પણ પહેલા હળવા બાદ હવે અનેક ક્ષેત્રોમાં ભારે વરસાદ શરૂ થયો છે. જમ્મુ-કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં અનેક સ્થળોએ વાદળો ફાટવાની ઘટના બની છે. પહાડી ક્ષેત્રમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે તો પાડોશી ઉતરાખંડમાં પણ ચાલી રહેલી ચારધામ યાત્રા વચ્ચે ભારે વરસાદ ભેખડો ધસી પડવાની સ્થિતિ જોવા મળે છે તથા કેદારનાથ હેલીકોપ્ટર સેવા પણ બંધ કરી દેવાની ફરજ પડી છે. જમ્મુ-કાશ્મીરમાં ડોડા સહિતના ક્ષેત્રમાં છ સ્થળો પર વાદળો ફાટવાની ઘટના બની છે. આજે જમ્મુ-કાશ્મીર ઉપરાંત લદાખમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ડોડા કિશ્તવડ-બાંડીપોરામાં અચાનક ભારે વરસાદથી પુરની સ્થિતિ બની છે તો અહી કાલથી જ અમરનાથ યાત્રા પુર્વે વરસાદથી વ્યવસ્થામાં વિધ્ન પહોંચ્યા છે. અહી કિશ્તવડમાં મચૈલ તથા મિંજાલ યાત્રા સ્થગીત કરાઈ છે. પાડોશી હિમાચલ તથા ઉતરાખંડમાં પણ ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ છે.
આ ક્ષેત્રમાં ચોમાસુ મોડુ પહોંચ્યા બાદ ધોધમાર શરૂ થતા જબરી રાહત છે. પાટનગર દિલ્હીમાં ભારે વરસાદથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. દિલ્હી તથા એનસીઆરમાં વરસાદ પડતા તાપમાન છ ડીગ્રી જેટલુ ઘટી ગયુ હતું. હિમાચલમાં ભૂસ્ખલનથી સિમલા, મનાલી અને ધર્મશાળાની 50% સડકો હોય છે. ઉતરાખંડમાં દહેરાદુન-બાગેશ્ર્વર તથા રૂદ્રપ્રયાગમાં ભારે વરસાદ છે.
ચોમાસુ સક્રિય થતા હવે તે કર્ણાટક, ગોવા, કોંકણ તથા મહારાષ્ટ્રમાં વધુ વરસાદ લાવી શકે છે તો છતીસગઢ, મધ્યપ્રદેશ, ઓડીસા, ઉતરાખંડ, વિદર્ભ તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. બીજી તરફ પુર્વોતરમાં આસામમાં છ જીલ્લામાં ગંભીર પુરની સ્થિતિ બની છે તથા 50000થી વધુ લોકોને સલામત કરાયા છે.

રિલેટેડ ન્યૂઝ