ભારતીય ફાર્મા કંપની લ્યુપિનને અમેરિકામાં ‘મોડાફિનિલ’ દવા વેચવા US FDAની લીલી ઝંડી: જાણો કઈ બીમારીમાં થાય છે ઉપયોગ

ભારતની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની લ્યુપિન લિમિટેડને યુનાઇટેડ સ્ટેટ્સમાં ‘મોડાફિનિલ’ (Modafinil) ગોળીઓ વેચવા માટે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (US FDA) તરફથી મંજૂરી મળી ગઈ છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ (BSE અને NSE) ને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે તેમને 100 mg અને 200 mg ક્ષમતા ધરાવતી મોડાફિનિલ ટેબ્લેટ્સ માટે આ મંજૂરી પ્રાપ્ત થઈ છે.

આ દવા નુવો ફાર્માસ્યુટિકલ્સની ‘પ્રોવિજિલ’ ટેબ્લેટ્સની બાયો-સમકક્ષ (Bio-equivalent) તરીકે મંજૂર કરવામાં આવી છે.

કઈ સમસ્યાઓની સારવારમાં વપરાય છે આ દવા?
કંપનીના જણાવ્યા અનુસાર, મોડાફિનિલનો ઉપયોગ મુખ્યત્વે પુખ્ત વયના લોકોમાં વધુ પડતી ઊંઘ આવવાની સમસ્યા (Excessive Sleepiness) દૂર કરવા અને જાગવાની ક્ષમતા સુધારવા માટે થાય છે. વિશેષરૂપે:

નાર્કોલેપ્સી (અચાનક જ ઊંઘ આવી જવાની સમસ્યા)

ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા (ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ પડવી)

શિફ્ટ વર્ક ડિસઓર્ડર (નાઇટ શિફ્ટ કે બદલાતી શિફ્ટને કારણે ઊંઘનું ચક્ર ખોરવાવું)

અમેરિકન બજારમાં મોટું ટર્નઓવર
IQVIA ના ડેટા અનુસાર, યુએસએમાં મોડાફિનિલ ટેબ્લેટ્સનું વાર્ષિક વેચાણ અંદાજે 70.7 મિલિયન અเมરિકન ડોલર છે. લ્યુપિન હાલમાં 15 થી વધુ મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે અને વિશ્વના 100 થી વધુ દેશોમાં પોતાનો કારોબાર ચલાવે છે.

શેરબજારમાં કંપનીની સ્થિતિ
મંજૂરીના સમાચાર વચ્ચે શુક્રવારે BSE પર લ્યુપિન લિમિટેડનો શેર 1.12% (રૂ. 24.00) ઘટીને રૂ. 2,111.00 પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન શેરે રૂ. 2,149.75 નો હાઇ અને રૂ. 2,104.40 નો લો સ્તર સ્પર્શ્યો હતો. હાલ લ્યુપિનનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 96,528.82 કરોડ નોંધાયું છે.

રિલેટેડ ન્યૂઝ